Wednesday, 2 October 2019

સમૃદ્ધિની વૃદ્ધિમાં ...


અપમાનથી ક્યાંય વજનદાર છું
સન્માનથી બેપરવા છું
સમૃદ્ધિની વૃદ્ધિમાં મસ્ત છું.

મર્યાદાઓથી સ્વતંત્ર છું
અભ્યાસ પ્રતિ નતમસ્તક છું
મબલખને વિસ્તારવા રત છું.

અવરોધોને થડકાર છું
ગતિથી બેફિકર અમલ-દાર છું
સર્વ-શક્યને પ્રતિબદ્ધ છું.

નાસીપાસને ખબરદાર છું
ઉત્સાહને વફાદાર છું
એક એક ક્ષણે તહેનાત છું.

પ્રભુઆદેશે તૈયાર છું...

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Rondeletia odorata
Significance: Mahasaraswati’s Perfection in Works
It is not satisfied with makeshift.

1 comment:

  1. Excelent.This promis of all out action for the Divine is a must for real Sadhak and Child of Divine Mother.Great. N M Mukhi

    ReplyDelete