અધ્યાત્મ, ધર્મ, વૃત્તિ, વર્તન કે વિચાર
ન હોઈ શકે ક્યારેય કાયમી જો થોપાય
લાદેલ કોઈપણ ભૂમિકા, ભાગ કે ભાવ
થઈ હિસ્સો ખુદનો નથી દેતો સંગાથ
અંકુશ નથી નાથી શકતો મૂળ સ્વભાવ
હોય કોઈપણ નિયમ અમલ કે સિદ્ધાંત
જબરજસ્તીથી નથી મળતો વિશ્વાસ
પુરાવા ગમે તેટલા હોય ઠોસ પર્યાપ્ત
અધ્યારોપથી નથી વધતાં આત્મીય તાર
મજબૂત સહભાગીતા જ શ્રેષ્ઠ સૂત્રધાર
લાયક ને લાયકાત બંને ઈનામને હકદાર
હળવેથી જગ્યા બનાવે એ યોગ્યતાને કાજ...
જય હો ...
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Jacaranda
Green ebony
Significance: Attempt at Vital Goodwill
An attempt is a small thing but it can be a promise for the future.
No comments:
Post a Comment