Monday, 21 October 2019

દેહસ્થ સંપૂર્ણ સંપુટ ...


દેહ મહીં વસતાં હજારો કરોડો એકસાથ
ચેતાઓ કોષો કરે છે વ્યક્તિ સંગસંવાદ 
ફક્ત સ્થાપિત કરવો રહે એ સંબધ પ્રગાઢ

પ્રત્યેક છે પોતીકી ભૂમિકા વિષે સભાન
ઝીલે દર ઝીણું જાડું આવર્તન તત્કાલ
અડગ રહી ડટી રહે એક એક ધૈર્યવાન

જમા કરે છે સ્મૃતિ ને લગતી નોંધ તમામ
દરેકમાં ચેતના વ્યવસ્થા જીવંત સૃષ્ટિકાજ
દરેક પોતાનામાં સક્ષમ ને સમસ્તને પર્યાપ્ત

દેહસ્થ સંપૂર્ણ સંપુટ ઝઝૂમે દિન રાત
એક જ લક્ષ સ્વસ્થતા ને સ્વાસ્થ્ય લગાતાર
કેટલીય હલનચલન મહદંશે સ્વચાલિત યાંત્ર

મન, બુદ્ધિ કે પ્રાણ તો અંશત: સભાન
ભ્રમ સેવે દરેક “હું દેહસ્વામી, મારું સામ્રાજ્ય!
નજરઅંદાજ કરે તંત્રને જે દેહને દે ઘાટ, લાયકાત...

પ્રભુ મલકે ઘડી પેચીદો માનવ ઘટમાળ...

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Lantana
Shrub verbena
Significance: Supramental Influence in the Cells
Unexpected variety in colours and qualities.

No comments:

Post a Comment