આ સકળ વિશ્વ છે તારું વરદાન
કણ કણમાં તારો ઠસોઠસ વાસ
ક્ષણ ક્ષણમાં શ્વસે તું જ શ્વાસ
તસુ એ તસુએ તારો આવિર્ભાવ...
અવિરત તારી જ હસ્તિ નિતાંત
પળ પળમાં તારાં જ ઘડ્યાં ધબકાર
તંતુએ તંતુએ તેં રચ્યું જોડાણ
પલક ઝપકમાં તું જ પલટે ‘અત્યાર’...
સર્જન અઢળક કરી બેબાક
તું રચે સૃષ્ટિ ચોકોર બેમર્યાદ
અલટપલટમાં પણ સતત સાંગોપાંગ
કાળચક્રને ગતિનું કરાવે ભાન...
અહો! ધન્ય ધન્ય આ ભવ ભાગ
સભાનતામાં જીવંત આ જીવ સ્નેહાળ
પારદર્શક જાણે સઘળું ‘આમથી આમ’
સર્વકંઈમાં ડોકાય તું, તારી હાજરી લાજવાબ!
પ્રભુ પ્રણામ...
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Significance: Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs.
No comments:
Post a Comment