Monday, 7 October 2019

પ્રગટો અનંતોમાં અખંડજ્યોત ...



હે માત! તું જ રાવણ ને તું જ રામ
તું જ દૈત્યઅંશ ને તું જ દાનવસંહાર

તું જ વધ ને તું જ વધ દેતો ધર્માચાર
તું જ ભવઅંત ને પ્રારંભ નવ વિધાન

તું જ જીવ ને તું જ પ્રગતિ પ્રદાન
તું જ ઉર્ધ્વગતિ ને પૂર્ણ પ્રતિ પ્રયાસ,

દસે દિશાઓ તું જ ને તું જ સર્વસાક્ષાત
તું જ ઝળાહળા મહીં સર્વ જીવ જાત,

તું જ ઉજવણી ને તું જ તહેવાર
તું જ સુશોભિત ને સુશોભન અલ્હાદ,

સદીએ સદીએ તું જ જન્મજન્માંત
વસે દર હૈયે મસ્તિષ્કે ધરી માનવકાય,

પ્રગટો અનંતોમાં અખંડજ્યોત ગગન વાટ
હે આદ્યશક્તિ! તું જ અભિપ્સુ તું જ ધરે એ તાક...

શુભ વિજયાદશમી!

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Victorious Endurance
It will endure till the end of the battle.

No comments:

Post a Comment