Friday, 4 October 2019

એકમેક જ એકમેકને સહારે...



દોસ્તી જ કરી દીધી છે સદાયને માટે ...
જિંદગી સાથે સગપણ ને જૂની ઓળખાણ છે મારે

અરસપરસની સમજ રાખી છે અટવાયે
એ મને ને હું એને આંખ મટકાવી લઈએ ત્યારે ત્યારે

આમ તો વચ્ચે કોઈ નથી આવતું કટાણે
પણ એ સંજોગ આવ્યે અમે ચુપચાપ ખમી જઈએ ક્યારેક ક્યારે

એ પણ રાહ જોઈ લે છે મથાળે આવવા માટે
ને મને ધરપત એનાં સ્વભાવની કે આવી રહેશે સમય આવ્યે

હાથ પકડેલાં જ રહે છે હવે તો જાણ્યે અજાણ્યે
શાણપણ બંનેમાં આવ્યું છે કે એકમેક જ એકમેકને સહારે

દરેક જીવે છે, પણ પોતાની જિંદગીમાં પોતીકી રીતે
આતો સમયની માંગ! પ્રવાહી એ પણ બની છે, રહી મારી સાથે

ચકાસી તપાસી અજમાવીને હવે બસ! ઠરીઠામ છીએ
દોસ્તીની આજ મઝા છે, પ્રગાઢ બને એક અરસા પછી સદાયને માટે...

આભાર જિંદગી...તું રુબરુ મળી...

ઓક્ટોબર, ૨૦૧૯



Flower Name: Canna indica
Indian-shot, Queensland, Arrowroot, Achira
Significance: Friendship with the Divine
Delicate, attentive and faithful, always ready to respond to the smallest appeal.

No comments:

Post a Comment