Thursday, 17 October 2019

અનિવાર્ય 'યાત્રાપ્રવાસ'...


પ્રભુનું એક કર કામ, વિના એકે શિરપાવ,
માન દ્રઢતાથી એને અનિવાર્ય 'યાત્રાપ્રવાસ',
કરવો જરૂરી વરસમાં એક, બસો કે હજાર,
જેવો જેનો ઊંડો અડગ વિશ્વાસ, એટલીવાર,

શરતી ન બનાવવો, આ કે તે વળતર સાથ
કે એ કરણની અસર હશે આ કે તે પરિણામ,
કે અપેક્ષિત ફળ ને અપેક્ષાભરી બક્ષિસ માંગ
બસ! પ્રભુ ખાતર. થતો એથી ખુદ પર ઉપકાર,

મર્યાદિત મન સતત વ્યસ્ત, માંડે વ્યર્થ હિસાબ
ગણિત મૂકે = “આ કાર્યથી શું ફાયદો, શું લાભાલાભ?
હું માણસ મહાન. મારી વિશિષ્ટતા માટે લાખો આકર્ષાય,
લોક મોંહમાંગ્યા કેટકેટલા ચૂકવે મને પ્રત્યેક કલાક!”

ભલા માણસ! તું પહોંચ્યો જ પ્રભુ દેન થકી આજ
જયાં છે ત્યાં, એ સર્વે એની જ કૃપાથી સર્વ વિકાસ
જરા સરખું શીશ નમાવ, શ્રેયકર તો એ જ ગમે તે માન!
અગત્યનો એ પણ સંબંધ, મોખરે ને મહત્વનું હોવું એ સ્થાન.

પ્રભુ, પરમ કરુણામય ને ધૈર્યવાન!
મલકે ક્ષતિ બુદ્ધિ પર ને છતાં દેતો સાથ...

પ્રભુ પ્રણામ...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Coreopsis tinctoria
Tickweed
Significance: Cheerfulness in Work for the Divine
Work for the Divine and you will find an ineffable joy filling your being.

No comments:

Post a Comment