દર એકને ભાગે લક્ષ ઉજળું સુંદર સાફ
દિવ્ય ઉત્પાદન - સારું અઘરું - સર્વ સમાન
અવરોધ વિરોધને ભાગે પણ ઉદ્દેશ ધારદાર
અલબત, મર્યાદિત સુનિશ્ચિત યોગદાન
પરિવર્તન થવા દખલગીરીનું ધરે કામ
વૃદ્ધિને વિસ્તારવા ભજવે ભૂમિકા અણધાર્ય
નડતર જગતને દેવાં મુક્તિ તત્કાલ
વામણું કાચું નરસું જે કંઈ દેખાય
વહાવવું પ્રત્યેક મહા ક્ષીણ આમ કે ખાસ
સઘળું કરવું સીધું અર્પણ પ્રભુપાદ
યા તો વક્ષ: મધ્યે જયાં જનની સ્થાન
હોમવું પ્રભુખોળે સમસ્તગતિને કાજ
શુદ્ધ સમૃદ્ધિ બક્ષે પરમ. સર્વકંઈ આવકાર્ય!
No comments:
Post a Comment