ઓગાળે અસરો વિભિન્ન સિદ્ધાંતો તણી
કર્મ, પ્રારબ્ધ કે નક્ષત્ર જ્યોતિષ પછી
એકવાર કૃપા કરુણાની વરસે હેલી
વિમુક્ત થાય અસરો પૂર્વજો તણી
વારસાગત, કૌટુંબિક ને દર તંતુ જોડતી
પીપાસુ ફક્ત મ્હાલે પ્રભુ અમીદ્રષ્ટિ
વિરમે અસરો ગુહ્યજગતો તણી
જેમ નિષ્ઠાની નિષ્ઠા થતી જાય તીણી
પ્રભુ જ રક્ષે ખુદ રક્ષાકવચ બની
નિશ્ચિત થા ભલા! બહુ જદ્દોદજહદ થઈ
અસરોથી અસરમુક્ત! હળવાશથી માણ વિના ગણિત!
પ્રભો...પ્રભો...
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power of Effort (Effort of Auroville)
Efforts well-directed break down all obstacles
No comments:
Post a Comment