Thursday, 10 October 2019

જડી દે જડબેસલાક!



નવીન પ્રારંભની નવલી શરૂઆત
નથી ગત વૃત્તાંતનો હિસ્સો ‘આજ’

નથી ઢસડાતાં રેલાનો ઇતિહાસ
ઉજળાં પ્રભાતો ઉગવતી ‘આજ’

દર નવ દિન લાવે નવ અવકાશ
મૂકવા નવતર બુનિયાદી ‘આજ’

ન વહાણાં ખોદકામ કે ખેંચતાણ
સમથળ સમયને આમંત્રણ ‘આજ’

ન ગતની ખટાશ કે ભાવિનો મમળાવ
તાજગીમાં તાજો પરિપક્ષ ‘આજ’

રોપી દે મનમાં ને જડી દે જડબેસલાક
‘વિગત એટલે વીત્યું’નો પુરાવો ‘આજ’...

 મ્હાલ મસ્તીમાં, મહીં આજ ને અત્યાર...

ધન્યવાદ!

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Campanula medium
Canterbury bells, Cup and saucer
Significance: Joy’s call
It is modest and rarely makes itself heard.

No comments:

Post a Comment