Saturday, 12 October 2019

પૂર્ણિમાએ...


વંદન...અભિનંદન જય મા મહાલક્ષ્મી!
પૂર્ણિમાએ તવ આગમનથી ખીલી પૃથ્વી...

સૌંદર્ય ને સામંજસ્યની ઓ માતશક્તિ!
માનવજાત ઋણી, પામી તવ અમીદ્રષ્ટિ...

વિચાર-ભાવ, મન-આત્મા તણી દોસ્તી 
ને હોવી વર્તન-આવર્તન મધ્યે સાંઠગાંઠી...

રૂપરેખા એ જીવે ત્યાં ઉતરે તવ કૃતિ
પ્રચુર, વિપુલ વૈવિધ્ય ને વિવિધતા ભરી...

ને શશી સજાવે નિશા, ઉજાળી મબલખ ચાંદની
ધરા-આભ ધવલ! અહો, આજ વલ્લભ યુતિ!

શુભ શરદપૂર્ણિમા!

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Nymphaea
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action.

No comments:

Post a Comment