અન્યની પ્રસિદ્ધિ લાવી શકે ઝંઝાવાત
ઝીંઝોડે એ સુષુપ્ત સુસ્ત આયામ
જગાવી શકે એ નવ જોશ, ઉત્સાહ
પણ અંતે ક્ષમતા જ રહેવી પ્રાધાન્ય.
વણખુલી કેટલીય શક્તિઓ અસાધ
દિવ્યચેતના ઘડ્યું વિશ્વ અપરંપાર
કંઈક સિદ્ધિ હસ્તગતનું પ્રવાધાન
જાગ્યા! તો જુઓ શું પોકારે અંતરિયાળ?
પછી નથી કોઈ અન્યોનો અહીં અવકાશ
ફક્ત પોતીકી સફર ને આંતરપડઘાનો સાદ
પ્રમાણિકતા જ પ્રાથમિક આધાર, જરૂરિયાત
એ જ દેશે જાત, મુદ્દા ને પ્રગતિનો ક્યાસ.
પ્રેરણાને જીવ,પણ વિના પડાવ
ન કલ્પનામાં આ કે તે ગંતવ્ય સમાધાન
બસ! પ્રેરિત વાતાવરણ પોષવું સદા
યાદ રાખ! આંતરિક બાબતોનો તું ખુદ બાદશાહ.
એ જ લાવે બાહ્ય બદલાવ... આપોઆપ...
પ્રભુ સદાય સમગ્રનો પ્રભાવી મહાન.
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Delphinium
Larkspur
Significance: Soaring
Take your flight towards the heights.
No comments:
Post a Comment