Monday, 11 November 2019

રૂઢી પણ આદત છે ...


રૂઢી પણ આદત છે જાણ!
વ્યવહાર, ચેતા કે ધર્મ સંગાથ...

જયાં જ્યાં ચગળાવને અવકાશ
અનુસરણ આંધળું ને બેબુનિયાદ,

ક્યાંક અવ્યવહારુ ને અનાયાસ
અવગણી શકાય પણ ટેવ પ્રભાવ

કંઈ કેટલુંય ચાલે ગાડરિયે પ્રવાહ
અચાનક, અભાનતામાં વિના પ્રયાસ!

ક્યારેક વિચારવું: શાને વર્તન આમ,
જરૂરી હતું આમ , કે અન્યરીતે થાત?

ને જવાબોમાં ખુલે નવીન આકાશ
ખુલ્લું, સ્ફુરણાત્મક ને અવસ્પર્શ્ય અગાધ

ચેતાઓને પણ પડવી ટેવ આદતપાર
ગણિત હોવું જેનો ચોક્કસ સીમિત જવાબ

પળ પળ જીવાય એમ અંદરથી બહાર
સભાનતામાં! ને એક એક આદતોને રામ રામ...

પ્રભુ!

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Stemmadenia litoralis Stemmadenia galleottiana
Significance: Purity in Action
When action is initiated by the Divine Will, it is pure.

Sunday, 10 November 2019

વ્યાસપીઠે આરુઢ ...


અહો! પ્રતિદિને અહીં આમ ઉજવાતો ઉત્સવ
વ્યાસપીઠે આરુઢ કૃતજ્ઞતા ઉચ્ચારી રહે અનર્ગળ

કાજે કર્મે વિષયે ઉલ્લેખે નીતનવીન અવસર
અર્થ અનુસંધાને આશ્વસ્થ, ક્યારેક વિશ્લેષક

સઘળાં તંતુઓ પ્રતિ એક મર્મ-નાં અવકાશો અસંખ્ય
સૂચવે એક એક પ્રસંગ, સ્થાન અલભ્ય અનન્ય

અહોભાગી તંત્રેથી આભારવશ અનેરાં વ્યક્તવ્ય
અપર્યાયી પ્રત્યેક ને અમર્યાદી ઉડાન કરે અભિવ્યક્ત

કૃતજ્ઞતાએ જાણે ઝડપ્યું બીડું; કે દર એક પળ
બનવી રહી તક, ભરી બેઠી ધન્યવાદ મબલખ

અસીમિત એ, બિનશરતી ને વિના ખેદ કે આડંબર
બસ! હ્રદય ખોલી જીવવી રહી અહોભાગ્ય જીવનસફર...

આભાર...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Hibiscus mutabilis
Cotton rose, Confederate rose mallow
Significance: The Divine Grace
Thy goodness is infinite, we bow before Thee in gratitude.

6th Anniversary! નથી કશુંય આપ મેળે...


નથી કશુંય ક્યાંય આપ મેળે
આ સર્વકંઈ અહીં દોરીસંચારે છે

‘પૂર્ણ’કર્ણ જે સુણે
આ શ્રોતાને અહીં સુણાવે છે

શ્રુતિ પૂર્ણ મૂકતો રહે
આ ચાતક અહીં પેય પામે છે

વાકસ્વામી જે શ્રુતે મૂકે
આ અક્ષમ અહીં પ્રસાર કર્મે છે

સત્ય સ્તુતિ સ્તવન રૂપે
આ ઈન્દ્રિય અહીં શુદ્ધિ સર્વાંગે છે

ઈન્દ્રિય ચૈતન્યથીય પરે
આ સ્તરેથી અહીં ચેતનાસામ્રાજ્યને નતમસ્તક છે...

ધન્યવાદ...પ્રભુ!

નવેમ્બર ૨૦૧૯



Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius. Pincushion flower, Egyptian rose
Significance: Blessings 
Pure and innumerable, manifesting themselves infinitely. 

Friday, 8 November 2019

નથી ...ઘણી ઘણી અવસ્થાઓ...


નથી ...

... તીવ્ર સંવેદનોનોસંભારોભક્તિ
...અતિશયોક્તિનોસંથારોભક્તિ

...અશ્રુ આલિંગનનો સથવારો ભક્તિ
...રુક્ષ અલગાવનો વરતારો ભક્તિ

...અસવાર બનતા પ્રભાવોભક્તિ
...ઢાંકપિછોડ રમતી ક્ષતિઓ ભક્તિ

...રુદન દર્દનો મહાવરો ભક્તિ
...ચગળાંતા અટ્ટહાસ્યો ભક્તિ

...મહેરામણનો શામિયાણો ભક્તિ
...પલાયન એકલતાનાં ભાવો ભક્તિ

...જ્ઞાન સ્તવનનાં મમળાવો ભક્તિ
...નીતિરિવાજનાં નામકરણો ભક્તિ

...વૈરાગ્યવાદનો દેકારો ભક્તિ
...સ્ખલન ઉન્માદનાં પશ્ચાતાપો ભક્તિ

...પહેરવેશે દેખાતો ભગવો ભક્તિ
...સમાધિમાં સંતાયેલ સંતાપો ભક્તિ

...સંસારત્યાગનો આશરો ભક્તિ
...ખુદ ખુશામતનો સહારો ભક્તિ

...ઘણી ઘણી અવસ્થાઓ જાણીતી અજાણી!
મોરલીબસ! પ્રમાણિક થઈને અર્પી રહે ભક્તિ.

પ્રભુ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Couroupita guianensis
Cannonball tree
Significance: Unselfish Prosperity
Remains only with him who offers it to the Divine.

He who receives it abundabtly gives all that he has as he receives it.

Thursday, 7 November 2019

કશુંક છે...એનો અર્થ...


એનો અર્થ...

કશુંક જન્મે છે એટલે જન્મદાતા છે

કશુંક સમજાય છે કારણ, પ્રવર્તે છે

કશુંક અવતરે છે એટલે અસ્તિત્વમાં છે

કશુંક વિચારમાં છે કારણ વિશેષમાં છે

કશુંક ક્રિયાન્વિત છે એટલે સાયુજ્યમાં છે

કશુંક ગ્રહણશીલ છે કારણ પ્રભાવમાં છે

કશુંક પ્રાપ્ય છે એટલે દેનાર છે

કશુંક ઝીલાય છે કારણ સુયોજિત છે

કશુંક સતત છે એટલે સર્વત્ર યજમાન છે

કશુંક અનંત છે કારણ સર્વત્ર પણ મહેમાન છે ...

પ્રભો!

નવેમ્બર ૨૦૧૯




Flower Name: Hedychium
Ginger lily. Garland lily
Significance: Sachchidananda
Strong and pure, it stands erect with its creative power

Wednesday, 6 November 2019

જે ડરાવે?


પ્રભુ,
આ કયો અધ્યાત્મ ‘ધરમ’ જે ડરાવે,
‘સાચ્ચો ભક્ત થઈશ તો રોજગાર જાશે,
આર્થિક માનસિક અવલંબન આવશે ને
પાઈપાઈનો મોહતાજ જીવનપર્યંત થાશે,

મનો-પ્રાણ-અન્નકોષનું દારિદ્ર જામશે,
વણપલટાતાં વહેણમાં જીવન ભરાશે,
વરણાગીયાં પરભુવેડાં મૃત્યુ સુધી ચાલશે,
માટે સમર્પણ સુધી નહીં જવાનો નેમ રાખજે?

ને જો ગયો તો ‘સમાજ’ તિરસ્કારશે - જાણજે,
બાપડાં બિચારાંમાં, નાસીપાસમાં ખપાવશે,
જીવનથી હારેલો એટલે શરણું માંગતો - ઠેરવશે,
અલગાવમાં મૂકી નીચાજોણું - ટીકામાં જોખાવશે?’

પ્રભુ,
પ્રખર થાઓ! બદલો તવ ભૂમિકા ને પ્રભાવ
ને જાણે સમસ્ત! કે પ્રભુભક્તિ શુદ્ધિ સામર્થ્યનો પડાવ
મબલખ સમૃદ્ધિ અહીં જ્યાં ભક્તિ નિષ્ઠ પ્રભુપ્રમાણ
ભવપાર ને ભવાટવી પણ જાણે સરકે કૃપાપ્રવાહ...

પ્રભુ ચરણે...

નવેમ્બર ૨૦૧૯



Flower Name: BeWrightia tinctoria
Pala indigo plantgonia
Significance: Religious Thoughts
Can only be utilised when it is freed from the influence of religions.

Tuesday, 5 November 2019

રમત જ એટલે રમે કે ...


નિમ્નસ્તરે પ્રકૃતિની હોય ખેંચ પકડ
વિરોધાભાસથી ઉપજાવે ધારી અસર

એક પછી બીજાની વારી ફેરબદલ
વારાફરતી વારા સુખદુ:ખની ઊતરચડ

ભલે અસ્થિર અણધારી પણ સૂચક 
પ્રકૃતિની સફરના લાભાલાભ અકળ

નીકળી શકે માનવી એ સ્તરમાંથી સમર્થ
જો સમર્પણમાં મૂકે અસ્તિત્વની દરેક ઘડત

પલટાય પ્રકૃતિ કારણ લક્ષ પરિવર્તન
રમત જ એટલે રમે કે જાગૃત થાય માનવ

ને બેધારમાંથી નીકળી સમજે સ્વ સક્ષમ
ને આત્મા નિર્દેશમાં રચે મહામૂલું જીવન

આત્મચેતના તો સદાય પ્રભુનું ઘર
વિના આવનજાવન સ્થિર સમ સ્વસ્થ

ચેતનાનાં એ સમત્વ સ્તરમાં પહોંચ
સુખદુ:ખની નથી હરીફાઈ કે દોડાદોડ

સ્થાયી સ્વાસ્થ્યવર્ધી શુદ્ધ સમતોલન
જીવનઉદ્દેશ્યને લગતું પૂર્ણ વાતાવરણ...

આ જ તો શ્વસન મર્મ...પ્રભુ!

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Begonia
Significance: Perfect Balance
One of the most important conditions of a growing peace.

Monday, 4 November 2019

આકરું લાગે, ભલે ને!


બસ! આટલા આટલામાં જ શોધીશ
કે પુનરાવર્તન ભૂતકાળમાંથી પેરવીશ
હે કારણ તારણ હેવાયું મન! ત્યાં જ અટકીશ?

કે જૂની આદતોનાં મેળાવડાને પલટાવીશ,
ટેવોનાં ચક્કરોનાં ચકરાવને રોકીશ
ને છતાંય કંઈક જૂદું નવલું અનેરું ખોળીશ?

ખુલ્લાં મોકળાં દ્વાર, એકવાર કરી જોઈશ!
સમજાશે કે નાવીન્યથી કેટકેટલું ગૂંથી શકીશ
ને પરિઘો ને સીમાઓને નવ વિસ્તાર દઈશ.

એકવાર માન્યતાને, ફાવટને અવગણીશ!
આકરું લાગે, ભલે ને! તો પણ ડટી રહીશ?
પછી જો કેવા ખુલે આયામો! સરળતાથી સર કરીશ...

એક પ્રયત્ન ને શિરપાવ હાજર...

પ્રભુ!

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the Truth
Should exist in all men of goodwill.


Sunday, 3 November 2019

એ મૂડી અલભ્ય!


ભાવ, ભક્તિ ને ઈશ્વરનો સોદો ના કર
ચલણરૂપે એને જીવનમાં ના ગણ
અદલાબદલી માટે નથી. એ મૂડી અલભ્ય!
જતનથી જાળવ, ઇજ્જતથી નમ.

નથી કોઈ વ્યવહાર દુન્યવી કે પરમ
જયાં જાત છેતરીને મળે કોઈ જશ
રખવાળી આત્મસ્વરૂપની પહેલો નિયમ
શરૂઆત એ પછી જ, પૃષ્ઠભૂ હોવી મક્કમ.

દ્રવ્યપ્રવાહને વહેતો કરવા સમાધાની અધમ?
ખુદની જરૂર માટે ખુદનો જ લે વેચ ને ખર્ચ?
સમૃદ્ધિ માટે મહેનત સાથે યોગ્ય મનોવલણ
હોય તો જ પ્રતિસાદ મળે ને ફળે આમંત્રણ.

આંગણું સજાવવા હોવું વિશાળ હ્રદય
ને સમસ્તને નમતું નમનીય મસ્તક
અસંભવમાં ફળપ્રાપ્તિ જોતી ખંત ધગશ 
ને શ્રદ્ધા જે જોતી પરમહસ્ત અદ્રશ્ય...

જય પ્રભુ ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Nymphaea
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi 
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action

Saturday, 2 November 2019

નવી ભક્તિશક્તિની વ્યવસ્થા ...



ભક્તિની નવીન વ્યાખ્યા, મા! રચાય છે જોને!
પરિત્યાગમાંથી સર્જનમાં પલટાતી જાય છે જોને!

અક્ષરસહ તવ આદેશપાલનમાંથી કેવી સર્જાય જોને 
એક એક ડગલે નક્કર હકીકતમાં ગૂંથાતી જાય છે જોને!

વરણાગીયાં વામણાં ખોખલાં બહારી દેખાવોમાંથી જોને 
ઠોસ દિવ્ય પદાર્પણો અવતરણરૂપે ઉતારે કેવી જોને!

દ્રવ્યસમૃદ્ધિ, પજ્ઞલબ્ધીને ધુત્કારતી માનસિકતામાંથી જોને
એ મૂળ રૂપોને જીવનમાં શુદ્ધ સ્વસ્થ વણાવી રહે જોને!

મહેશ્વરી જગતજનનીને રુંધાવતી જૂનવાણીથી જોને
મહાલક્ષ્મી મહાસરસ્વતીને આવકારી બિરદાવે કેવી જોને!

પૃથ્વી આભારી રહેશે, મા! બદલે કેવી ગતિ તું! જો, ને
નવી ભક્તિશક્તિની વ્યવસ્થામાં તું રૂબરૂ ‘મોરલી’ સંગે જોને!

ધન્ય ધન્ય પ્રમાણ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Ocimum tenuiflorum
Holy basil, Krishna tulsi, Ram tulsi, Tulsi
Significance: Devotion
Modest and fragrant, it gives itself without seeking for anything in return.

Friday, 1 November 2019

ભક્ત નિરંતર આનંદે ...


માન્યો વિખરાવને અવકાશ, એટલું તાદાત્મ્ય વધશે
સંસારકાર્ય મધ્યે શુદ્ધ નિષ્ઠ સમર્પિત ભક્ત આનંદે

ફરજિયાત ગ્રસ્ત વ્યસ્તતાઓમાં મસ્તી જ ફક્ત વધશે
કર્તવ્ય ગણી નગણ્ય કરી અર્પણમાં ભક્ત આનંદે

કર્મો પણ પલટાયેલાં પછી સ્વસ્થ સમથળ વધશે
શાંત ચેતા ને ચેતના શાંતિમાં ભક્ત નિરંતર આનંદે

કર્મસ્થળ ને વાતાવરણમાં એકત્વની સુગંધ વધશે
પરમ દીધી દ્રષ્ટિ શ્રુતિ સંગતિમાં ભક્ત તો આનંદે

દરેક કાર્ય દીપી ઊઠશે ને અણધાર્યો ઓપ વધશે
ને અંતરધ્યાને ને છતાં સચોટ સદાય ભક્ત આનંદે

હાજરી દિવ્યતત્ત્વની, સદાબહાર, વર્તાતી વધશે
દિવ્યરત દિવ્યકરણ દિવ્યસંકુલમાં ભક્ત ‘મોરલી’ આનંદે...

જય જય જય હો! આનંદો આનંદો...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Kleinhovia hospita
Significance: Joy in Fairyland
Light smiling, effortless, it invites us to share its joy.