Thursday, 18 June 2015

Circumstances may...


Yes, Mother...

Circumstances may not change
You lead one to arise and shine!


Situation may not solvable always
You strengthen one to overcome!


Incidences may not be favorable
You teach one to receive them then!


Happenings may not be seen against
You help one turn to best advantage!


Perception of other may bothersome
You show one to see enlighten ray!


Understanding may not be in line
You make one accept in harmony!


Relationship may not remain same 
You convert one in heightened love!


Set of people may not be there as
You know with whom lies growth!


Thank You…

-         Morli Pandya

June 19, 2015

Wednesday, 17 June 2015

અંધકારને વધવા...


અંધકારને વધવા તેજ કિરણો જોઈતાં હોય છે. 
ગમે તેવો ઘેરો પ્રભાવસીમા સીમિત જ હોય છે.

જામવા પ્રકાશ સાથે જ બાથ ભરવી પડતી હોય છે. 
ગમે તેટલું ઘાટું તો પણ તણખા સામે હારવું પડે છે.

ઓળખમાં અજવાળાંની બાદબાકીનો ફાળો હોય છે. 
જ્યોત પ્રજ્વળી, પછી આજુબાજુ જ ઘૂમવું પડતું હોય છે.

એ પ્રકાશની પરખ કેડીનો મુકામ બની શકે છે. 
ઊજાસની કાયમી જગ્યા ક્યારેય ક્યાં લઈ શકે છે.

અંધકારથી બીતો અંદરનો જ અંધકાર હોય છે. 
એનાથી છૂટવાં પાછો તેજનો જ સહારો હોય છે.

અંતરજ્યોત પ્રગટી પછી ઊજળું માહ્યલું હોય છે. 
પ્રભુ ચેતના વસવાટ બંધુ જ 'મોરલી' સૂર્ય હોય છે.

- મોરલી પંડ્યા
જુન ૧૭, ૨૦૧૫


Tuesday, 16 June 2015

આજ ઉત્સવ ઊજવો રે...



આજ ઉત્સવ ઊજવો રે
ક્હાને મારે હૈયે બિરાજી
ક્હાને મને હૈયે બેસાડી...

આજ ફૂલોથી સજાવો રે
ક્હાને સ્ફુરણાપુષ્પ આપી
ક્હાને દર્શનપાત્ર માની...

આજ દિપ પ્રગટાવો રે
ક્હાને જ્યોતરૂપે આવી
ભીતર કેડી ઝગમગાવી...

આજ પ્રસાદ પીરસો રે
ક્હાને મીઠાં બોર આપી
આ શબરીને પાત્ર બનાવી...

આજ સ્તુતિગાન ગાઓ રે
ક્હાને મધુર સૂર રેલાવી
ક્હાને એને 'મોરલી' બનાવી...

- મોરલી પંડ્યા
જુન ૧૭, ૨૦૧૫


Monday, 15 June 2015

No God wants us...


No God wants us to get punished!
Rather wants all to get perfecting!


Take us through process simply!
Just our perception, hampering!


Since childhood, told God forbids,
Becomes one such fear instilled!


Good to develop moral and system
But too much create blind faith still!


Believe in form mother, father or any
For inner trust or comfort respective!


Whatever is attached with God belief
That's what one gets for sure truly!


Blame or saviour power, whatever be
'Morli' God in that form created by needy...


-         Morli Pandya
June 15, 2015


Sunday, 14 June 2015

સક્રિયતામાં...


સક્રિયતામાં પણ શાંતિ સંભવે!
ઈરાદો નેક ને અર્પણનો આનંદ 
એવા આરંભ-અંત સાથે પરિણમે.

વિરોધમાં પણ પ્રેમ ઊદ્ભવે!
ઈરાદો સ્વીકારનો ને ભાવનો આનંદ
એવા આંતરિક વલણમાં શક્ય બને.

સંસારી પણ આધ્યાત્મિક બને!
ઈરાદો અહોભાવનો ને કર્તવ્યનો આનંદ
એવા દ્વિરાહી સંતુલનમાં જીવિત રહે.

શક્તિ પણ જણ ધરીને જીવે!
ઈરાદો પ્રભુકાર્ય ને ઊત્ક્રાંતિનો આનંદ
'
મોરલી' એવા વાહનમાં નિવાસી બને.

- મોરલી પંડ્યા
જુન ૧૪, ૨૦૧૫


Saturday, 13 June 2015

મા, તું જ ...


મા, તું જ ...
આ બે વિરુધ્ધ છેડાઓ તું જ ભેગા જોડીશ.
ધરતી ને આભનાં તથ્યોને તું જ સાંધીશ.

મા, તું જ ...
ઊર્ધ્વપ્રકાશનાં સત્યોને અહીં ઊતારીશ.
હકીકત બનાવી પૃથ્વીસ્તરમાં સ્થાપિશ.

મા, તું જ ...
ગુહ્યતત્વોને માનવજીવનમાં સમાવીશ.
એકએકને સશક્ત કિરણોમાં ઊજાળીશ.

મા, તું જ ...
મનપ્રાણકોષોનાં મૂળભુત સ્વભાવ દઈશ.
સ્વસ્થ મૂલ્યો,આમૂલ પરિવર્તન આપીશ.

મા, તું જ ...
બુદ્ધિ-શરીરનાં ઢાંચાં-બાંધાં ખુલતાં રાખીશ.
યોગ્ય ઊપયોગમાં જણ પ્રભુમય બનાવીશ.

મા, તું જ ...
વિઘ્નવિરોધ ભેદછેદ સામદામ ઓગાળીશ.
પ્રેમહેત કરુણાપ્રભુતા જ્ઞાનધ્યાન જ રાખીશ.

મા, તું જ ...
અભિપ્સાને માર્ગે  માનવક્ષમતા વધારીશ.
સમર્પણમાં એને જ પાછી અતિક્રમી જઈશ.

મા, તું જ ...
'
મા' આ અદભૂત દર્શન! 'મોરલી' વંદન...

- મોરલી પંડ્યા
જુન ૧૩, ૨૦૧૫


Friday, 12 June 2015

No room for...


No room for fearful anticipation!
Only smooth steady succession!


No insecure assumption!
Only creative instant action!


No unnecessary preoccupation!
Only constructive pro-action!


No passive procrastination!
Only surrendered aspiration!


No strategic implementation!
Only faithful grace execution!


No calculated outcome equation!
Only divine input in progression!


No uncertain shaky life survival! 
Only minutest 'Morli' self to offer!


June 12, 2015

Thursday, 11 June 2015

Path of truth...


Decide to be on a path of truth,
Bother not what-how-whom-who!

Take every step with the firm tune!
Just proceed in, with each clue!


Guide becomes step for, of truth,
Shine every milestone long due!
The Journey leads journey how true!
Every necessary becomes preview!


Pick the lead to follow path of truth,
Unplanned unnoticed pops through!
Attentive discretion for that stew,
Concentrated nectar 'Morli' of truth!


- Morli Pandya
June 11, 2015



Wednesday, 10 June 2015

ખરું છે મા આ તારું કામ...


ખરું છે મા આ તારું કામ, પોકારું ને સંભળાય ક્યાંક!
તને જ કરવી માહિતગાર, સાંભળે કોક, આપે જવાબ!

આવું તો ન માન્યું ક્યારેય! બૂમો પાડી ને થાકીયે તોયે!
ઝઝૂમી મથી લડી હારીએ, સમજાયું નહોતું આ ત્યારે!

હા, સંનિષ્ઠ ખરું, ખરી શરત, તારાં પગલે એકએક ડગ!
સ્મરણ ભીતર રહે સતત, સમય સર્વ તને અર્પણ!

ન વધઘટ બસ માપસર,તું જ જુવે આત્માની સફર!
જેને લીધે લીધો જનમ, પૂર્ણ કરે ઊદ્દેશ્ય નિસર્ગ!

સમજાયું મા તારું સ્થાન, આતમલક્ષી દર્શક માર્ગ!
બને દરેક યોગ્ય પ્રસ્થાન, 'મોરલી' પ્રત્યેક તવપોકાર!

- મોરલી પંડ્યા
જુન ૧૦, ૨૦૧૫

Tuesday, 9 June 2015

New Books...



Good Morning!
સુપ્રભાત!


I am happy to announce the release of this year's collections of 151 poetic expressions in English and Gujarati named 'Lyrical Beginning' and 'પ્રકાશ પંથે' respectively.
'Lyrical Beginning' અને 'પ્રકાશ પંથે', અનુક્રમે અંગ્રેજી અને ગુજરાતી કાવ્યસંગ્રહો, આપ સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. બંન્ને પુસ્તકોમાં 151 કાવ્યો સામાવવામાં આવ્યાં છે.

In 'Lyrical Beginning', Ms. Benvenuta Mittal a teacher at MIS New Delhi, Sadhak has conveyed blessings through ‘Gracious Gratitude’. The book also has blessings as 'On the Path...' from Dr. Prabhjot Kulkarni, devotee and renowned Educationalist, former principal if Delhi's leading education institute. A very unconventional truthful vibration put forth as 'From my little eye...' by 14-year-old Ashma Pandya and of course, has my account in 'Being Instrumental...'
દિલ્હીની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાનાં પૂર્વ સંચાલક અને સાધક ડો. પ્રબજ્યોત કુલકર્ણી તરફથી 'Lyrical Beginning' ને 'On the Path...' દ્વારા આશીર્વાદ સાંપડ્યા છે.  અશ્મા પંડ્યા એ 14 વર્ષની ઊંમરે તદ્દન રૂઢિવિરુધ્ધ પોતીકા સત્યો આ સંગ્રહને અનુલક્ષીને 'From my little eye...' માં વ્યક્ત કર્યાં છે. સાથે સાથે મારી વાત 'Being Instrumental...' માં રજૂ કરી છે.

'પ્રકાશ પંથે' is blessed by Dr. Jyotibahen Thanki, Gujarati Author for her writing on spiritual understanding and educationalist through આશીર્વચન. The book is graced by Shri Tushar Shukla very loved communicator under 'આવકાર' and my account as '...વાત, આ માધ્યમની...' .
ગુજરાતી ભાષાનાં જાણીતાં આધ્યાત્મ લેખિકા ડો. જ્યોતિબહેન થાનકીનાં આશીર્વચનથી 'પ્રકાશ પંથે' ને પ્રસાદી મળી છે. ગુજરાતી સાહિત્યનાં જાણીતા લાડીલાં શ્રી. તુષારભાઈ શુકલએ 'આવકાર' દ્વારાં પ્રેમ વ્યક્ત કર્યો છે. અંતે '...વાત, આ માધ્યમની...' થકી મારી વાત મૂકાઈ છે.

Both the book cover is designed by very successful architect Shri Rathin Goghari. Very well justified to the overall endeavor!
બંન્ને પુસ્તકોનાં મુખપૃષ્ટ સફળ આર્કિટેક શ્રી રથિન ગોઘારીએ પૂર્ણ ન્યાય સાથે આપણી સમક્ષ મૂક્યાં છે.


The books can be ordered through morlipandya@gmail.com
The cost of each book is Rs. 200/- .       

પુસ્તકો માટે આપ morlipandya@gmail.com પર આપની રુચિ જણાવી શકો છો. પુસ્તકની કિંમત Rs. 200/- છે.


Thank you...Pranam...
આભાર...પ્રણામ...

Monday, 8 June 2015

ચોમેર બસ અજવાળું છે!



એક સ્તરપ્રદેશ એવો જ્યાં સોનેરી રૂપેરી મખમલી 
ચોમેર બસ અજવાળું છે!
આ અહીંની ખેપમાં ચાખ્યું, સમજાયું કે ત્યાં કેવું 
અમૂલખ અજવાળું છે!

રોમ રોમ નરી શાંતિ! ન કઈ ઊંચું નીચું જરા સરખું
નિતાંત ત્યાં અજવાળું છે!
ન સહેજ અછડતું અમથું! સ્વરુપ આખામાં રહેતું
નર્યું સહજ અજવાળું છે!

ક્ષણિક અનુભવાવી, ક્ષમતામાં ઊતારી
કણકણ ધરે અજવાળું છે!
બસ! આ પગથી પકડીને ચાલ્યાં છે 'મોરલી'
અસ્તિત્વ ભરી અજવાળું છે! 

- મોરલી પંડ્યા
જુન , ૨૦૧૫


Sunday, 7 June 2015

Once Lord takes care...


Once Lord takes care of ones opening,
In months, years, day, night lives nothing 
But more in now with timeless ease!


No action, procedure, sequence remain fix!
In defined line yet all freely rotating
Certain actions become must rituals rites!


Lord silent invisible behind every act in prime!
Everything comes and goes to, fills sight!
Nothing more significant than that insight!


Lord knows, accordingly set every bite!
The more one can chew swallow, the high
Bathe in that grace 'Morli' one with infinite!


- Morli Pandya
June 7, 2015



Saturday, 6 June 2015

ડરવું નથી ડગવું નથી...


ડરવું નથી ડગવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
આત્મા દેહ મતિ થકી, મક્કમ ડગલે વધવું છે.

ઝઝૂમવું કે ઝૂકવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
મનભેદનો છેદ ઊડાડી, આત્માસૂચિત બનવું છે.

મથવું નથી મરવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
મુંગુ ભીતર શુષ્ક ન ધરી, ભીનું લક્ષ્ય કર્મ ભેદવું છે.

થાકવું નથી હાંફવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
ફક્ત રમવું લખલૂટ હસી, પ્રભુની છાયામાં જીવવું છે.

હારવું કાપવું નથી 'મોરલી', બસ! હવે ઠાની લીધું છે. 
અમલવલણ શાંતિ-કાંતિ, જરી જરીમાં આનંદવું છે.


- મોરલી પંડ્યા
જુન , ૨૦૧૫