Tuesday, 16 June 2015

આજ ઉત્સવ ઊજવો રે...



આજ ઉત્સવ ઊજવો રે
ક્હાને મારે હૈયે બિરાજી
ક્હાને મને હૈયે બેસાડી...

આજ ફૂલોથી સજાવો રે
ક્હાને સ્ફુરણાપુષ્પ આપી
ક્હાને દર્શનપાત્ર માની...

આજ દિપ પ્રગટાવો રે
ક્હાને જ્યોતરૂપે આવી
ભીતર કેડી ઝગમગાવી...

આજ પ્રસાદ પીરસો રે
ક્હાને મીઠાં બોર આપી
આ શબરીને પાત્ર બનાવી...

આજ સ્તુતિગાન ગાઓ રે
ક્હાને મધુર સૂર રેલાવી
ક્હાને એને 'મોરલી' બનાવી...

- મોરલી પંડ્યા
જુન ૧૭, ૨૦૧૫


No comments:

Post a Comment