Sunday, 28 June 2015

ભક્તિએ હવે...




ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
યુગો જૂની રુઢિગત સચવાયેલી, 
વેદના વિરહ એકલતા રુક્ષતાની 
કાળમીંઢ માન્યતાથી હાશ! છૂટી છે.
..ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
રુંધાતી ચુમાતી દર્દ વીંટળાયેલી,
જીવન ભાર શાપ રૂપ દેખાડતી,
મનસાતીત પાર જઈને બેઠી છે...ભક્તિએ હવે...

ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
નબળું ઊતરતું ભાગેડું ગણાતી,
ગૌણકક્ષામાં ભક્તને મૂકાવતી,
મર્યાદા વટાવી આગળ વધી છે...ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
વૃધ્ધાવસ્થામાં સ્થાન પામેલી, 
અવગણાયેલી, તરછોડાયેલી,
ઊંડાણ પામી ઊર્ધ્વે જઈ ચડી છે...ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
સમર્પણમાં એ આખું ઓગાળતી,
ઊર્ધ્વ લીલું 'મોરલી' શ્વાસમાં ભરતી,
અસ્તિત્વ ને ભવો ઊજાળતી છે
...ભક્તિએ હવે...

- મોરલી પંડ્યા
જુન ૨૯, ૨૦૧૫



3 comments: