Monday, 22 June 2015

પ્રવાહી બની પાર નીકળવું!


આતે આમતેમ આટલુંતેટલું, ક્યાં એમાં અટવાવું, પકડવું?
અડચણ કે વિઘ્ન વિનાનું, પ્રવાહી બની પાર નીકળવું!

એક ગુણ પાણીનો જાણુંસ્વાદ-રંગ ન છાપ છોડતું,
કે અન્ય સરખાતું લાગતુંછતાં સરળતાથી વહી જતું!

મિશ્રીત જો કરવામાં આવતુંભળતું નહીં તો અળગું રહેતું,
સ્વભાવ મૂકી પરરૂપ બનતુંઅન્યનું સર્વ અપનાવી લેતું!

ઓગળવું જો અયોગ્ય લાગતુંભળવાનું ન બનતું ગોઠવાતું,
પ્રવાહિતા ને લચીલાપણાનુંઉદાહરણ બની વહી નીકળતું!

પૂર્ણ પ્રભાવ છોડવામાં માનવુંએકરૂપ નહીંતો અનન્ય રહેવું.
બંન્ને રીતમાં સ્વયં નમતીલુંઝૂકવું અથવા તો વહી લેવું!

જાણો જાતમાં લયબધ્ધ જેટલું, વિરોધ વળગણ અપેક્ષા છેટું,
ઓછું, અળગું! 'મોરલી' એટલું જીવન સત્વ વધું શુધ્ધ ચોખ્ખું!

- મોરલી પંડ્યા
જુન ૨૩, ૨૦૧૫


2 comments: