Friday, 5 June 2015

સ્ફુરણાનું ઊગવું...


સ્ફુરણાનું ઊગવું, અનાયાસે નથી હોતું
કે વ્યક્ત કરવાથી ભાગી જશે એ આવતું!
એતો ખેડી ખોદીને પહોંચાયેલ છે ઠેકાણું,
ઊપરનીચે, ચડઊતર છતાં એ રહેવાનું.

આવાગમન એનો સ્વભાવ! છે જરૂર એવું
પણ ઘૂણી ધખાવીને બેસી થોડું રહેવાનું!
સ્વરૂપે ધારણ કર્યું હોય, એ સ્તરઊર્ધ્વનું
એટલે હાથવગું રહે નીરવતા સમાવતું!

અદ્રશ્યપ્રદેશમાંથી શબ્દસમજ-તાદ્રશ્યનું  
અવતરણ હોય છે એ હ્રદય સ્વીકારતું!
આધારમાં નિવાસી હોય સતત એ તંતું,
આત્માનું સંચિત થયેલું જ મર્મ ઝીલાતું!

ભવો જીવાયાનું જમા આ જવાબ ભાથું!
'
મોરલી' અંદર-ગત-આગત નમે જીવાતું!

- મોરલી પંડ્યા
જુન , ૨૦૧૫

No comments:

Post a Comment