Saturday, 20 June 2015

હે મુરારિ!


હે મુરારિ! તમે મમ હ્રદયે ક્યાંથી?
ઊદ્ધાર્યો ભવ, તવ ચરણે સમાવી.

તવ હ્રદયે આમ સરસી ચાંપી,
ઓગાળી તેં અણીશુદ્ધ બનાવી.

બાવરીને આપી સંસાર ચાવી,
તમ ભાવમાં તન-મન સજાવી.

વહેતાં અશ્રુ સંગે ઊર ઊમટાવી,
ભાવવિભોર તમ સ્નેહ પિપાસી!

ખોલી હળવેથી તેં હ્રદયબારી,
દ્રષ્ટિ ઊજાળી થકી ભ્રહ્માંડઝાંખી!

તવ નિશ્રામાં નિરંતર કર્મિણી!
કર્તવ્ય આ જીવનભેટ પ્રભુરંગી!

સાચવી પ્રેમથી તેં 'મોરલી' તારી,
ભવોભવ માણે તવ હ્રદયે બિરાજી.

- મોરલી પંડ્યા
જુન ૨૦, ૨૦૧૫


No comments:

Post a Comment