ખરું છે મા
આ તારું કામ, પોકારું ને સંભળાય
ક્યાંક!
તને જ કરવી માહિતગાર, સાંભળે કોક, આપે જવાબ!
આવું તો ન
માન્યું ક્યારેય! બૂમો પાડી ને થાકીયે
તોયે!
ઝઝૂમી મથી લડી હારીએ, સમજાયું નહોતું આ
ત્યારે!
હા, સંનિષ્ઠ
ખરું, ખરી શરત, તારાં પગલે એકએક ડગ!
સ્મરણ ભીતર રહે સતત, સમય સર્વ તને અર્પણ!
ન વધઘટ બસ
માપસર,તું જ જુવે આત્માની
સફર!
જેને લીધે લીધો જનમ, પૂર્ણ કરે ઊદ્દેશ્ય
નિસર્ગ!
સમજાયું મા
તારું સ્થાન, આતમલક્ષી દર્શક માર્ગ!
બને દરેક યોગ્ય પ્રસ્થાન, 'મોરલી' પ્રત્યેક તવપોકાર!
- મોરલી પંડ્યા
જુન ૧૦, ૨૦૧૫
|
No comments:
Post a Comment