મા,
તું જ ... 
આ બે વિરુધ્ધ છેડાઓ તું જ ભેગા જોડીશ. 
ધરતી ને આભનાં તથ્યોને તું જ સાંધીશ. 
  
મા,
તું જ ... 
ઊર્ધ્વપ્રકાશનાં સત્યોને અહીં ઊતારીશ. 
હકીકત બનાવી પૃથ્વીસ્તરમાં સ્થાપિશ. 
  
મા,
તું જ ... 
ગુહ્યતત્વોને માનવજીવનમાં સમાવીશ. 
એકએકને સશક્ત કિરણોમાં ઊજાળીશ. 
  
મા,
તું જ ... 
મનપ્રાણકોષોનાં મૂળભુત સ્વભાવ દઈશ. 
સ્વસ્થ મૂલ્યો,આમૂલ પરિવર્તન આપીશ. 
  
મા,
તું જ ... 
બુદ્ધિ-શરીરનાં ઢાંચાં-બાંધાં ખુલતાં રાખીશ. 
યોગ્ય ઊપયોગમાં જણ પ્રભુમય બનાવીશ. 
  
મા,
તું જ ... 
વિઘ્નવિરોધ ભેદછેદ સામદામ ઓગાળીશ. 
પ્રેમહેત કરુણાપ્રભુતા જ્ઞાનધ્યાન જ રાખીશ. 
  
મા,
તું જ ... 
અભિપ્સાને માર્ગે  માનવક્ષમતા વધારીશ. 
સમર્પણમાં એને જ પાછી અતિક્રમી જઈશ. 
  
મા,
તું જ ... 
'મા' આ અદભૂત દર્શન! 'મોરલી'
વંદન... 
  
- મોરલી પંડ્યા 
જુન ૧૩, ૨૦૧૫ 
  
 | 
No comments:
Post a Comment