અંધકારને વધવા
તેજ કિરણો જોઈતાં હોય છે.  
ગમે તેવો ઘેરો પ્રભાવસીમા સીમિત જ હોય છે. 
 
જામવા પ્રકાશ
સાથે જ બાથ ભરવી પડતી હોય છે.  
ગમે તેટલું ઘાટું તો પણ તણખા સામે હારવું પડે છે. 
 
ઓળખમાં અજવાળાંની
બાદબાકીનો ફાળો હોય છે.  
જ્યોત પ્રજ્વળી, પછી આજુબાજુ જ ઘૂમવું
પડતું હોય છે. 
 
એ પ્રકાશની
પરખ કેડીનો મુકામ બની શકે છે.  
ઊજાસની કાયમી જગ્યા ક્યારેય ક્યાં લઈ શકે છે. 
 
અંધકારથી બીતો
અંદરનો જ અંધકાર હોય છે.  
એનાથી છૂટવાં પાછો તેજનો જ સહારો હોય છે. 
 
અંતરજ્યોત
પ્રગટી પછી ઊજળું માહ્યલું હોય છે.  
પ્રભુ ચેતના વસવાટ બંધુ જ 'મોરલી' સૂર્ય હોય છે. 
 
- મોરલી પંડ્યા 
જુન ૧૭, ૨૦૧૫ 
  
 | 
No comments:
Post a Comment