અંદરથી ઊઠતી આનંદ સરવાણી!
અસ્તિત્વમાં ઠેઠ જાણે ઊર્જા ભરતી,
કણુ કણુ જાણે ઊછળે, થઈ સ્પંદિત!
ચારેકોરે બસ જીવંત સર્વ, સુનિશ્ચિત!
દ્રષ્ટિ જાણે એકએક અણુ સ્પર્શતી,
આનંદ મંગલ જાણે નયનરસ પીતી,
જાણે અમી વરસતી સ્નેહ પીરસતી,
ચારેકોર બસ જીવંત સર્વ સૃષ્ટિ!
કર્ણે એકએક અક્ષરપાન શોષતી,
હળવે હળવે સુધીર ટપકાવતી,
જાણે શ્રવણ સંતોષતી મલક મૂકતી,
ચારેકોરે બસ જીવંત સર્વ શ્રુતિ!
જીહ્વા ભરભર નરી સ્તુતિ પોકારતી,
વાકસંપ્પત્તિ જાણે ભરપૂર અજમાતી,
એક એક સ્વર જાણે પ્રભુ દેન સ્પર્શથી
ચારેકોર બસ જીવંત 'મોરલી' આનંદી!
- મોરલી પંડ્યા
જુન ૨૯, ૨૦૧૫
|
No comments:
Post a Comment