Saturday, 6 June 2015

ડરવું નથી ડગવું નથી...


ડરવું નથી ડગવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
આત્મા દેહ મતિ થકી, મક્કમ ડગલે વધવું છે.

ઝઝૂમવું કે ઝૂકવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
મનભેદનો છેદ ઊડાડી, આત્માસૂચિત બનવું છે.

મથવું નથી મરવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
મુંગુ ભીતર શુષ્ક ન ધરી, ભીનું લક્ષ્ય કર્મ ભેદવું છે.

થાકવું નથી હાંફવું નથી, બસ! હવે ઠાની લીધું છે.
ફક્ત રમવું લખલૂટ હસી, પ્રભુની છાયામાં જીવવું છે.

હારવું કાપવું નથી 'મોરલી', બસ! હવે ઠાની લીધું છે. 
અમલવલણ શાંતિ-કાંતિ, જરી જરીમાં આનંદવું છે.


- મોરલી પંડ્યા
જુન , ૨૦૧૫


No comments:

Post a Comment