Friday, 19 June 2015

આમ જ જીવાતાં...


મા...

આમ જ જીવાતાં તું જીવતાં શીખવાડી દે,
જરાક વિપરીત વક્ર! પળમાં સમજાવી દે.

વગર ખભો લીધે આ અડીખમ ટકાવી દે,
ચિંતા ચિંતન વિના તું પળમાં ડૂબાવી દે.

વાગોળાંતાં જૂનાં મનચિત્રો તું ભૂસાવી દે,
શુષ્ક ખૂંપીલાં મનોરણ પળમાં પલટાવી દે.

વગર પાણીનો દરિયો ભીતર છલકાવી દે,
ઘા ઘસારો હ્રદયનો તું પળમાં રુઝાવી દે.

દેહકણ દર્દ અસુખ તું જોમમાં બદલાવી દે,
કોષેકોષે બળવત્તર ઊર્જા પળમાં મૂકી દે.

સ્વરૂપ નવેસરથી જીવતાંજીવત જન્માવી દે,
જીવન આત્મસ્થ કરી પળમાં અજવાળી દે.

ભર્યું ભર્યું આ આયખું સાભાર સ્વીકારી લે
'
મોરલી' નમે તવ કૃપાને ને આવ! સમાવી લે.

- મોરલી પંડ્યા 
જુન ૧૯, ૨૦૧૫


No comments:

Post a Comment