બહારનું ન અંદર
સ્પર્શે કદી!
ભીતર દર્પણ પ્રતિબિંબે નહીં!
નહીં વિશેષ છાપ
ઈન્દ્રિયોની,
ગુણા-ભાગ્યા કે નહીં બાદબાકી!
ન વાર્તાલાપ એકેય
ફરિયાદી!
નીરવતા ને સ્મરણ એકલક્ષી!
અંતર શાંત સમથળ
દરકારી!
બાહ્ર ભર્યું ભર્યું સંપન્ન સંવાદી!
બધુ એક જ સ્વરૂપમાં
બે ધારી!
સ્થૂળ સુક્ષ્મ બંન્ને કલ્યાણકારી!
ભૂમિકાઓ નિભાવે
શક્તિભક્તિ,
'મોરલી' અંતઃ મા બેઠી નિર્માત્રી!
- મોરલી પંડ્યા
જુન ૨૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment