એક સ્તરપ્રદેશ
એવો જ્યાં સોનેરી રૂપેરી મખમલી
ચોમેર બસ અજવાળું છે!
આ અહીંની ખેપમાં ચાખ્યું, સમજાયું કે ત્યાં કેવું
અમૂલખ અજવાળું છે!
રોમ રોમ નરી
શાંતિ! ન કઈ ઊંચું નીચું
જરા સરખું
નિતાંત ત્યાં અજવાળું છે!
ન સહેજ અછડતું અમથું! સ્વરુપ આખામાં રહેતું
નર્યું સહજ અજવાળું છે!
ક્ષણિક અનુભવાવી, ક્ષમતામાં ઊતારી
કણકણ ધરે અજવાળું છે!
બસ! આ પગથી પકડીને ચાલ્યાં છે 'મોરલી'
અસ્તિત્વ ભરી અજવાળું છે!
- મોરલી પંડ્યા
જુન ૮, ૨૦૧૫
|
Nice one
ReplyDelete