તમાશો ન બનાવવો
સંબંધનો!
પક્વતામાં અંતર ભીનું રાખી,
ભલે સમાંતરે, ધીમો વધવા દેવો.
તમાશો ન બનાવવો
ભાવનાનો!
દાનમાં લઈ ઊણી સૂકી ન રાખી,
લાગણીને સ્વભાવમાં ઊગવા દેજો.
તમાશો ન બનાવવો
મમતાનો!
અધૂરપો ન લાદી માગતા રાખી,
ઊછરતો વેલો, ખૂલી ખીલવા દેવો.
તમાશો ન બનાવવો
દામ્પત્યનો!
સામાજિક માળખે અપેક્ષિત ન રાખી,
અન્યોન્ય પ્રગતિમાં ગૂંથાવા દેજો.
તમાશો ન બનાવવો
સ્વરૂપનો!
નબળું ઢીલું અવલંબનો ન રાખી,
શીખી શોધી સાચો જગાવી દેવો.
તમાશો ન બનાવવો
જીવનનો!
અમસ્તુ બસ રગડી ઢસડે ન રાખી,
'મોરલી' યોગ્ય હાર્દ જીવાડી
દેજો.
- મોરલી પંડ્યા
જુન ૨૫, ૨૦૧૫
|
No comments:
Post a Comment