Sunday, 14 June 2015

સક્રિયતામાં...


સક્રિયતામાં પણ શાંતિ સંભવે!
ઈરાદો નેક ને અર્પણનો આનંદ 
એવા આરંભ-અંત સાથે પરિણમે.

વિરોધમાં પણ પ્રેમ ઊદ્ભવે!
ઈરાદો સ્વીકારનો ને ભાવનો આનંદ
એવા આંતરિક વલણમાં શક્ય બને.

સંસારી પણ આધ્યાત્મિક બને!
ઈરાદો અહોભાવનો ને કર્તવ્યનો આનંદ
એવા દ્વિરાહી સંતુલનમાં જીવિત રહે.

શક્તિ પણ જણ ધરીને જીવે!
ઈરાદો પ્રભુકાર્ય ને ઊત્ક્રાંતિનો આનંદ
'
મોરલી' એવા વાહનમાં નિવાસી બને.

- મોરલી પંડ્યા
જુન ૧૪, ૨૦૧૫


No comments:

Post a Comment