પ્રભુ, 
 
અંદર કશુંક
મૂકયું તેં, મક્કમ કંઈક બેઠું એ! 
મજબૂત ધરખમ ને ધરપત દેતું જબરું
એ! 
અરસપરસ હશે
છોને,
અસ્થિર બધું ભલે એ! 
હાલતું ડોલતું તોયે, કશુંક જાણે પકડેલું
તેં! 
ન ડગવા કે
હલવા દે, પલટ કે બદલાવે એ! 
બસ! ધીર સ્થિરવલણ ને સમ્યભાવ-દ્રષ્ટિ એ! 
નિર્ધાર એ
અટલ છે,
આગળ બસ! વધવું ને 
સરળ સીધું ઘટતું જે સાંગોપાંગ સાથસાથે
એ! 
તવ સ્થાન નિશ્ચિત એ, ઊરે ઊમટે આભાર, લે 
સફળ પળપળ બની ને ઝૂકે 'મોરલી' સંધાનને... 
- મોરલી પંડ્યા 
જુન ૨૭, ૨૦૧૫ 
 
  
 | 
No comments:
Post a Comment