વળગણ ને વૈરાગ
પ્રાણશક્તિનાં અસવાદ!
લોલુપમાંગ ને બહિષ્કાર
બંન્ને વિપુલ પ્રમાણ!
બળવો ને અલગાવ
બંન્ને વિદ્રોહ રૂપ પ્રાણ!
પથરાવ ને પથરાળ
બંન્ને અંતિમ પણ સમાન!
પ્રાણ અત્યંત પ્રમાણ
બંન્ને છેડાં જ્યાં આધાર!
પરમ પ્રભુને આવકાર
બંન્ને અંતને જ્યાં નકાર!
સિમીત મધ્યમ સપ્રમાણ
સ્વસ્થ પ્રગતિશીલ પ્રાણ!
સમર્પણમાં સક્રિય વ્યવહાર
દિવ્યપ્રાણશક્તિનો આવિષ્કાર!
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬