Friday, 25 March 2016

લે ક્ષણ, તને પકડી...


લે ક્ષણ, તને પકડી ને મૂકી સામે
બોલ શું બતાવે છે અત્યારે...


સરવાળા, બાદબાકીની રમત સામે
બોલ શું ગણિત માંડે છે અત્યારે...


ફરતાં પલટતાં બોલ, વચનો સામે
બોલ શું અર્થ ઘટે છે અત્યારે...


સંબંધો, વર્ચસ્વો, પ્રભાવો સામે
બોલ શું જોડાણ માણે છે અત્યારે...


રીતરિવાજો, વારસાપેઢીઓ સામે
બોલ શું સ્વધર્મ બોલે છે અત્યારે...


ઈચ્છા, માંગણીની હારમાળ સામે
બોલ શું જરૂરી છે અત્યારે...


જાત, જલસા, જીત, જગતની સામે
બોલ શું આત્મા કહે છે અત્યારે...


બોલ ક્ષણ, તને મૂકી છે હવે સામે
બોલ શું બતાવે છે અત્યારે...


- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧

5 comments: