આ કયો વારસો, તેં દઈ દીધો!
હીરા-મોતીથી યે અમૂલ્ય
અહીં મન મુકૂટમાં જડી દીધો!
 
આ કયો સથવારો દઈ દીધો!
પ્રિય-મિત્રથી યે અતૂટ
અહીં ઊર મંદિરમાં સ્થાપી દીધો!
 
આ કયો ભવસાધો દઈ દીધો!
લક્ષ ચોરાશીનો અરુણ
અહીં જીવ દેહમાં જીવાડી દીધો!
 
નમન નમન પ્રભુ...'મોરલી' વંદન...
 
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
 
 
V Nice
ReplyDelete