Thursday, 10 March 2016

હે માણસ...હજારો...


હે માણસ...

હજારો-લાખ્ખો-કરોડો ગણ તું, 
અગણિત; વ્યક્તિ ગતિ વસ્તુ
છતાંય બધું જ કંઈ નથી હોતું.

ઊત્પત્તિ-વિનાશ-ચક્ર, ચાલતું
અવિરત; જન્મ શોધ ચકરડું
છતાંય બધું જ કંઈ નથી હોતું.

નક્કર-અટકળ-પથ્થર પૂજતું
અપ્રિતમ; ભાવ, ભાસ, પ્રભાવતું
છતાંય બધું જ કંઈ નથી હોતું.

શંકર ગણપત હરિ રટ તું
અવિર્ભાવ; ક્ષણ સ્વરૂપ શક્તિ તું
છે એમાં જ બધું જ, જે હોવું.

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬

No comments:

Post a Comment