કુદરતે ઓઢી વસંત,
પુર્યાં કેસુડે રંગ!
ચાલ ખેલૈયા, રમીએ,
કેસરી કેસુડી વસંત...
ડાળે ડાળે નગ્ન,
નર્યા કેસુડાં પુષ્પ!
ચાલ ખેલૈયા, રમીએ,
રાતી કેસુડી વસંત...
કણકણ તરબોળ,
ભીંજવે કેસુડાં જળ!
ચાલ ખેલૈયા, રમીએ,
નવલી કેસુડી વસંત...
પવિત્ર બને જીવન,
આધ્યાત્મિક કેસુડિયાં ઢંગ!
ચાલ ખેલૈયા રમીએ,
રંગબીરંગી કેસુડી વસંત...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment