Friday, 18 March 2016

સત્યને ક્યાં કોઈ...



સત્યને ક્યાં કોઈ શણગાર જોઈએ
ઘાટ, ઘડામણ કે પહેરનાર જોઈએ

સત્યને ક્યાં કોઈ કિરદાર જોઈએ.
વ્યક્તવ્ય, ભૂમિકા કે રચના જોઈએ.

સત્યને ક્યાં કોઈ ઓળખાણ જોઈએ.
નામ-ધામ, કામ કે પ્રચાર જોઈએ.

સત્યને ક્યાં કોઈ કોટવાળ જોઈએ.
રખવાળી, સતતા કે પારખાં જોઈએ

સત્યને ક્યાં કોઈ બાંધ-પાળ જોઈએ.
પ્રહર, પ્રહાર કે પહેરેદાર જોઈએ.

સત્યને ક્યાં કોઈ તર્કવિતર્ક જોઈએ.
સીમાડા, વિદ્વત્તા કે સરવાળા જોઈએ.

ખુલ્લું, ઊનું, 'મોરલી', સાચકલું જોઈએ.
દિવ્યસંગી દિવ્યરંગી પ્રભુબાળ જોઈએ.

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧

No comments:

Post a Comment