ધૈર્યમાં પાંગરી ને પામેલાં,
વૃધ્ધિ સમૃધ્ધિ સંબંધ કે જીવન,
સતત રહે વિકાસ આત્મા!
ધીરે સીંચાઈને સંભાળાયેલાં,
દરેક ઘટક ઘટના કે ઘડતર,
વિસ્તરી રહે ફલક આત્મા!
ધારદાર બની ઊછરાયેલાં,
એકેક પાસાં પગલાં કે પડળ,
ઘડી રહે વલણ આત્મા!
ટૂંકા, ઝડપી, ઊધાર ઝૂંટવેલાં,
કંઈપણ, ક્યારેપણ, કોઈપણ,
બની રહે વિપરીત આત્મા!
યોગ્ય રળી-લળી, ઊપજેલાં,
લણેલાં વર્તન, સમજ, દરકાર
'મોરલી' રહે હંમેશ બળ આત્મા!
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment