વંદુ શંભો! હર હર હજો.
ત્રિનેત્રી દ્રષ્ટિ સજો.
વંદું નટરાજ! મંત્રે વસજો.
શિવ સત્ય બક્ષજો.
વંદું નીલકંઠ! કંઠે ઠરજો.
ત્રિવિધ સતે વહેજો.
વંદું મહાદેવ! જન્મે રહેજો.
શીરે રક્ષક થજો.
વંદું હાટકેશ! આ તવ ભવ ખરો,
ભવોભવ મળે તણો.
વંદું શંકર! તવ શરણ હો,
પળે જણે સદા મળો...
મહાશિવરાત્રી વંદન પ્રભુ...
'મોરલી' આભારી...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment