જીવન, કેટકેટલું શીખવતું ચાલે!
નવરાશ ક્યાં જણ લગીરે પામે!
એક નહીં તો, બીજા વિષય કાજે,
કંઈકને કંઈ બસ ચાલતું જ લાગે.
વિષય ને વિષયક વિસ્તાર વધે,
જેટલું જાણે, સમજે, ઊતારે, જીવે
લાગે જાણે, એટલું હજી ઓછું પડે!
દર સીમા, નવી સીમા મૂકતી વધે.
વિષયો ને દરેકનાં ઊંડાણ મળે!
જેવાં ખૂંપો કે હજાર પાસાં ખૂલે!
પકડીને ચાલ્યાં તો વિદ્વતા મળે,
જીવન આખું એમાં ડૂબી, તરી શકે.
અભિગમ, મંતવ્ય, ફરજ, નજરે
જોતાં, બધું બદલતું ફરતું ચાલે!
સમયગતિ પાછી પોતાની ચાલે
માણસને આમ-તેમ નચાવે!
માનો, તો સહેલું, નહીં તો સરવાળે
ઝઝૂમતો અટવાતો દિન પતે.
પણ જે શીખવાની સરળતાને જાણે
જણ ક્યાં નો ક્યાં જઈ પહોંચે!
ભાવ-ઈરાદો, શિષ્ય જેવો સાથે,
અંતરમાં અહોભાવ જીવન માટે,
કશુંક મૂકી જવાની દરકાર સળગે,
તો માનજો ધન્ય આ ભવ પામ્યે...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment