Sunday, 20 March 2016

માનવ મૂલ્યોનું...


માનવ મૂલ્યોનું, મૂલ્ય શું?
વર્તન, સમર્થનથી ઘણું ગજું!
પણ ચાર, ભેગા થઈ ગજવે જુદું
કે બદલાય મૂલ, મૂળમૂલ્યનું!

પકડી ચાલવું, અઘરું ઘણું.
અનુસરવું, નિષ્ઠાથી, કાઠું ગજું!
પણ રમત કે ગમ્મત કરી મૂકે શું
કે બદલાય મૂલ, મૂળમૂલ્યનું!

મૂલ્યો પણ પરિપેક્ષ હોય શું?
મૂલવણી અધિકારને ખરું ગજું!
પણ ગહનતા ને વ્યાખ્યા, મૂકે આઘું
કે બદલાય મૂલ, મૂળમૂલ્યનું!

સતતાની જાળવણી, અશક્ય શું?
વ્યક્તિઓ નિર્ઘારે ને ધારે ગજું!
જો આચરણ દરેકનું, મૂલ મૂળ
તો બદલાય આમૂલ, મૂળમૂલ્યનું!

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬

No comments:

Post a Comment