પ્રવાહી બનીને વહેવું પ્રભાવમાં,
કશુંય ન રોકે, અટકે ન ખટકે જેમાં,
વહે અસ્ખલિત પરમપ્રવાહ ત્યાં!
પ્રભુ પોતે જ એ ભાવપ્રવાહ જ્યાં!
નિરંતર ચોમેર સઘળું વહાવમાં,
એમાંથી જ સર્વે, એનાં જ વહેણમાં,
ક્ષર, અક્ષર, અન્ય,પ્રવાહ નોંખાં!
સતત બદલાવમાં પ્રવાહ રમકડાં!
ભક્તિ, પ્રેમ, જ્ઞાન, સૌંદર્ય તેમાં,
એકએક 'મોરલી' તેજ છાંટણાં,
દિવ્ય એ બધાયં પ્રવાહ મૂળનાં!
જે જે વહ્યાં એને સત્યનાં પારખાં!
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment