ઓ માણસ...
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ગયો વીતી જે, સહર્ષ ઠાર
નવી પળોનો પડાવ, આવકાર,
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
જીવી જાણ્યો દરેક મુકામ
હલતો - ભળતો, જે પણ પ્રવાસ!
ખૂંચતો - રુઝવતો જેતે સંગાથ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
ભલભલો આવે, બની હંફાવ
વૃત્તિ એ જ જીવે, મૂકવી મિઠાશ!
તો આવતો નવો, લાવશે સુવાસ
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
સમય પણ શોધે સમય સ્વીકાર
કોઈ તો આપે એને યોગ્ય સન્માન
મિલાવવા; હાથ ને ગતિવિધાન
સમય કહે છે, બદલાવ સ્વીકાર!
'મોરલી' આભાર...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૬
No comments:
Post a Comment