નિ:શેષ સમર્પણ લાવે નિરવતા
શાંતિ, સ્થિરતા સહજ સંવાદિતા.
હળવું ભીતર, તદ્રૂપ સંનિષ્ઠા
શિક્ષિત; મન મતિ તન અવસ્થા.
નિયમિત સંચાલન અટલ દ્રઢતા
સંજોગ-જોગ બને વિકાસ પગલાં.
ખાલી, ખુલ્લી રહે આંતર વ્યવસ્થા
વેરવિખેર સમેટાય એકાગ્ર પળમાં.
દર જન્મે, જન્મે નરી સર્જનશીલતા
મનુષ્યમાં ભરી, ભરપૂર ક્ષમતા.
જીવી જાણવી લખલૂટ શક્યતા
સમર્પણ દોરે શુદ્ધ આભાસંહિતા.
સમત્વ, સાત્વિક ઠરેલ વ્યક્તિતા
સમર્પણ બને પગથી 'મોરલી' દિવ્યતા.
- મોરલી પંડ્યા
માર્ચ , ૨૦૧૬
No comments:
Post a Comment