પુરાતન, ઝાંખા ઊતારો
નવીન નવરંગે સજાવો
નખશિખ તાજા રંગાવો
આવી હોળી! ખુલ્લા હ્રદયે આવકારો...
કાંચળીસમ મૃતપ્રાય ઊતારો
વિવિધ મબલખે સજાવો
ઘડી રંગરંગની હારમાળો
આવી હોળી! મેઘધનુષી સતરંગ જાણો...
ઉત્સવે મનમેખ ઊતારો
હળવા હલકા ભાવો સજાવો
સરકતા ભીંજતા વહેતા વહાવો
આવી હોળી! અદકેરી રંગશોધ માંડો...
જીવન જ પર્વ પ્રસ્તાવો
પળ પળ રંગ દેતી માનો
ખરતા રહી, નાવીન્ય માણો
આવી હોળી! અંત:રંગે બાહ્ય ઊજાળો...
આવી હોળી! જીવન રંગરંગ થાજો...
પૂર્વે પ્રકાશિત હોળી-ધૂળેટી ઊજવતાં શબ્ધરંગો,
પ્રહલાદ સમો અનન્ય ચૈત્યપુરૂષ
અંધજવર મધ્યે અડીખમ અરૂપ
દૈવ્ય-દિવ્ય સંનિધિ અનુરૂપ
જીવંત સાયુજ્ય સભર અદભૂત...
હોલીકા સમા વિચાર-ઈચ્છા મગરૂર
અગન વહોરે અયોગ્ય પ્રતિકૂળ
અસ્થાયી, અસ્થિર, સદંતર બીનજરૂર
ચડાવે વેદીએ, નોતરે જ્વલન કરૂપ...
'મોરલી', હોળી-ધૂળેટીનું દહન મજબૂત
એક એક ઊણું, સૂકું - સૂક્ષ્મ કે સાબૂત
પધરાવવું મહીં, કરવાં ભસ્મિભૂત
જ્વાળામાંથી પ્રગટે ફક્ત ચૈત્યપફુલ્લ...
અંધજવર મધ્યે અડીખમ અરૂપ
દૈવ્ય-દિવ્ય સંનિધિ અનુરૂપ
જીવંત સાયુજ્ય સભર અદભૂત...
હોલીકા સમા વિચાર-ઈચ્છા મગરૂર
અગન વહોરે અયોગ્ય પ્રતિકૂળ
અસ્થાયી, અસ્થિર, સદંતર બીનજરૂર
ચડાવે વેદીએ, નોતરે જ્વલન કરૂપ...
'મોરલી', હોળી-ધૂળેટીનું દહન મજબૂત
એક એક ઊણું, સૂકું - સૂક્ષ્મ કે સાબૂત
પધરાવવું મહીં, કરવાં ભસ્મિભૂત
જ્વાળામાંથી પ્રગટે ફક્ત ચૈત્યપફુલ્લ...
* માર્ચ, ૨૦૧૭
કુદરતે ઓઢી વસંત,
પુર્યાં કેસુડે રંગ!
ચાલ ખેલૈયા, રમીએ,
કેસરી કેસુડી વસંત...
ડાળે ડાળે નગ્ન,
નર્યા કેસુડાં પુષ્પ!
ચાલ ખેલૈયા, રમીએ,
રાતી કેસુડી વસંત...
કણકણ તરબોળ,
ભીંજવે કેસુડાં જળ!
ચાલ ખેલૈયા, રમીએ,
નવતર કેસુડી વસંત...
પવિત્ર બને જીવન,
આધ્યાત્મિક કેસુડિયાં ઢંગ!
ચાલ ખેલૈયા રમીએ,
રંગબીરંગી કેસુડી વસંત...
* માર્ચ, ૨૦૧૬
હે પ્રભુ...
તારે ચરણ-શરણ, હર દિનરાત્રી
રોજ હોળી ને લાગે રોજ ધુળેટી!
અહં-ધારી તત્વો અર્પણ, મહીં હોળી,
પ્રભુ-રંગે ખેલે આ સ્વરૂપ ધુળેટી!
ચૈત્યસ્વરૂપની, પ્રગટે જ્યોત-હોળી,
હોમે નિમ્ન ને બક્ષે દિવ્ય ધુળેટી!
આધાર, નિરંતર ખેલૈયો હોળી!
અભિપ્સા ઊગે ને અવતરે ધુળેટી!
અંતરે ધરી શુ્દ્ધ, કેસુડો સત રંગી!
'મોરલી' માણે ઊર્ધ્વ પ્રકાશ રંગબિરંગી!
આજે હોળી યાદ અપાવે
પ્રભુપક્ષ જીતની
એ હોય સત્યપાસુ અડગ
અવસ્પર્શ્ય, હોય સ્થિર રહેતું…
હર એકને પ્રહલાદ જીવાડવા
જોઈતી એક હોલિકા
બહાર અંદર જીવતા
બંન્ને પ્રભુરૂપ દરેક વ્યક્તિમાં...
માતા હોલિકામાં જબરૂ
સ્વ સામર્થ્ય
પ્રભુ કાર્ય કરવા સ્વ દહનને
ખુશીખુશી વધાવે...
સંસારને ઉદાહરણ આપવા પ્રભુ જ
જાણે પ્રહલાદ ભક્ત બની
એ જીવનનાં પોતીકાઓની રચેલી
અગ્નિમાં સ્વ હોમે...
સ્વબળ એટલું એ શ્રધ્ધેયમાં કે
દોષિતોને પ્રણામ ને
સાથે સસ્મિત, ખોળામાં આગ
મધ્યે બિરાજે...
પ્રભુ સ્મરણ અવિરત, ધ્યાન એકબિંદ
ને ભીતર શાંતિ હશે સઘન
કે એની જ શીતળતા મળે, પ્રભુકવચ બને
ને એ રહ્યો હશે અડીખમ...
પ્રભુને પણ સંમતિ લેવી પડી હશે એ
હોમી દો આજે સમીસાંજે
એ પ્રગટતી હોળીમાં
આહુતિ આપજો હઠીલા,
લોભામણા બાહ્ય પડળની...
પ્રક્રિયા ભલે ‘મોરલી’ વ્યક્તિની બહાર કે
અંદર નિર્માયી હોય પણ પછી
કેન્દ્રમાં રહેશે પ્રભુ-પ્રહલાદ ને જીવાશે
તારે ચરણ-શરણ, હર દિનરાત્રી
રોજ હોળી ને લાગે રોજ ધુળેટી!
અહં-ધારી તત્વો અર્પણ, મહીં હોળી,
પ્રભુ-રંગે ખેલે આ સ્વરૂપ ધુળેટી!
ચૈત્યસ્વરૂપની, પ્રગટે જ્યોત-હોળી,
હોમે નિમ્ન ને બક્ષે દિવ્ય ધુળેટી!
આધાર, નિરંતર ખેલૈયો હોળી!
અભિપ્સા ઊગે ને અવતરે ધુળેટી!
અંતરે ધરી શુ્દ્ધ, કેસુડો સત રંગી!
'મોરલી' માણે ઊર્ધ્વ પ્રકાશ રંગબિરંગી!
આજે હોળી યાદ અપાવે
પ્રભુપક્ષ જીતની
એ હોય સત્યપાસુ અડગ
અવસ્પર્શ્ય, હોય સ્થિર રહેતું…
હર એકને પ્રહલાદ જીવાડવા
જોઈતી એક હોલિકા
બહાર અંદર જીવતા
બંન્ને પ્રભુરૂપ દરેક વ્યક્તિમાં...
માતા હોલિકામાં જબરૂ
સ્વ સામર્થ્ય
પ્રભુ કાર્ય કરવા સ્વ દહનને
ખુશીખુશી વધાવે...
સંસારને ઉદાહરણ આપવા પ્રભુ જ
જાણે પ્રહલાદ ભક્ત બની
એ જીવનનાં પોતીકાઓની રચેલી
અગ્નિમાં સ્વ હોમે...
સ્વબળ એટલું એ શ્રધ્ધેયમાં કે
દોષિતોને પ્રણામ ને
સાથે સસ્મિત, ખોળામાં આગ
મધ્યે બિરાજે...
પ્રભુ સ્મરણ અવિરત, ધ્યાન એકબિંદ
ને ભીતર શાંતિ હશે સઘન
કે એની જ શીતળતા મળે, પ્રભુકવચ બને
ને એ રહ્યો હશે અડીખમ...
પ્રભુને પણ સંમતિ લેવી પડી હશે એ
જીવની જેણે અંતરને જીવંત રાખવા
હોલિકારૂપી આવરણને ભસ્મ કરવાની
મંજૂરી આપી હશે...હોલિકારૂપી આવરણને ભસ્મ કરવાની
હોમી દો આજે સમીસાંજે
એ પ્રગટતી હોળીમાં
આહુતિ આપજો હઠીલા,
લોભામણા બાહ્ય પડળની...
પ્રક્રિયા ભલે ‘મોરલી’ વ્યક્તિની બહાર કે
અંદર નિર્માયી હોય પણ પછી
કેન્દ્રમાં રહેશે પ્રભુ-પ્રહલાદ ને જીવાશે
પ્રભુરક્ષણ હંમેશ સ્મિત સહિત...
હોળી - ધુળેટીની શુભકામના...
સાદર ...
- મોરલી પંડ્યા
* માર્ચ ૧૬, ૨૦૧૪
હોળી - ધુળેટીની શુભકામના...
સાદર ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૮
Flower Name: Tulipa
Tulip
Significance: Blossoming
The result of trust and success
Flower Name: Tulipa
Tulip
Significance: Blossoming
The result of trust and success
No comments:
Post a Comment