Wednesday, 21 March 2018

અહો હ્રદય મહાન!


હ્રદયને ક્યાં જોઈએ મંજૂરી કે થાપ!
એને તો ધબકવું! ધબકવું આપોઆપ!

ન કારણ કે વિચાર! ન સંલગ્ન સવાલ!
એને તો વહેવું! બસ વહેવું બેશુમાર!

ન અલગાવ, પથરાળ! પોતીકો સ્વભાવ!
એને તો વિસ્તરવું! વિસ્તરવું ચોપાસ!

ન શમે ન ઝબુકે! અસ્ખલિત પ્રકાશ!
એને તો ઊગવું! બસ ઊગવું તેજસવાર!

અંતરઆત્માધારી! સંવેદક સ્થાન!
એને તો વિરમવું બની પરમ નિવાસ!

અહો હ્રદય મહાન! તું મનુષ્યને સોગાદ!
તવ સ્પર્શ થકી ઊજળે દર કર્મ મહાન...

આભારી આ હ્રદયધારી...

ધન્ય પ્રભુ...જય હો....

સાદર...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧૮


But Savitri replied to mighty Death:

"My heart is wiser than the Reason's thoughts,
My heart is stronger than thy bonds, O Death.
It sees and feels the one Heart beat in all,
It feels the high Transcendent's sunlike hands,
It sees the cosmic Spirit at its work;
In the dim Night it lies alone with God.
My heart's strength can carry the grief of the universe
And never falter from its luminous track,
Its white tremendous orbit through God's peace.
It can drink up the sea of All-Delight
And never lose the white spiritual touch,
The calm that broods in the deep Infinite."
BOOK X: The Book of the Double Twilight 635 636


For your heart to remain happy keep it always filled with gratefulness. Gratefulness is the surest way to the Divine.
THE MOTHER
Flower Name: Ravenia spectabilis
Significance: Happy Heart
Smiling, peaceful, radiant, without a shadow.

No comments:

Post a Comment