Saturday, 3 March 2018

હજી તો ભૂલકાં હતાં, ...



આ હિંસાને પલટાવ, પ્રભુ!
આ દેહછેદ અટકાવ, પ્રભુ!

નાત, જાત, રંગ, ચાલ, દેશ, ગામ
વેષ, ભાષ, કુખ, કાજ, પસંદ, પ્રભાવ
અસીમ અમાપ અસંખ્ય અપાર...

મૂળે સહચરી, તવ સર્જનો સમાન
પ્રત્યેક સમયકાળે ઉત્ક્રાંતક પેદાશ
વૈવિધ્યસભર, મહીં પૃથ્વી કે બ્રહ્માંડ!

યુદ્ધો આદર્યાં, ભૂસવાને પક્ષપાત
સદીઓથી લડે બહુમૂલ્ય માનવજાત
આ કયાં લક્ષ્યો ને કઈ જીત હાર!

જન્મ લેતાં ગતિશીલ આત્મા હજાર
કંઈક કુમળા હોમાતાં મહીં માનવસંહાર
શું પસંદ હશે એમની આમ વળાંક?

વિદિત છે. જીવન-મૃત્યુમાં ન સ્થૂળહાથ
તવ મૂક્યાં સમયચક્રો ને પરિણામ 
સર્વે જીવનો અલગ રોજમેળ - હિસાબ.

શું જાણે એ અભીપ્સુ હ્રદયો ને જ્ઞાન
હજી તો ભૂલકાં હતાં, ર્નિદોષ નિરાધાર!
આમ વિદાય! નથી કોઈ ઊપચાર?

વિસ્તરો પ્રભુ! ઓ કરુણાસાગર શાંત!
નવપલ્લવિત હો દર જિંદગી અવકાશ!
શિશુહૈયે રહો સદાય તવ હાશ, આધાર...

મંગળમય હો પ્રભુ!
તારાં માટે...તારાં થકી...તારાં ગણી...
પ્રસરો...પ્રસરો...પ્રભુ...

વંદન!

સીરિયા અને બીજાં અનેક પ્રદેશોમાં, એક કે બીજાં કારણોસર, જ્યાં જ્યાં બાળજીવનની વેદી છે ત્યાં ત્યાં દિવ્યચેતના મુખર હો...

નમન એ સદગતોને...
અને,
બળ એ સર્વે આધારશૂન્ય જીવનોને...

સ્થિતપ્રજ્ઞતા અને સમતામાં પ્રભુકરુણાને આહવાનની મંજૂરી ખરી ...

પ્રભુ...પ્રભુ...શાંતિ:

ॐ ...ॐ ...ॐ ...

સાદર ...

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૮

A deep of compassion, a hushed sanctuary, Her inward help unbarred a gate in heaven;
Love in her was wider than the universe,
The whole world could take refuge in her single heart.
* BOOK I: The Book of Beginnings 15

Thy love shall be the bond of humankind,
Compassion the bright key of Nature's acts:
Misery shall pass abolished from the earth;
The world shall be freed from the anger of the Beast,
From the cruelty of the Titan and his pain.
There shall be peace and joy for ever more."
* BOOK VII: The Book of Yoga 507 508




“This compassion observes with an eye of love and wisdom and calm strength the battle and the struggle, the strength and weakness of man, his virtues and sins, his joy and suffering, his knowledge and his ignorance, his wisdom and his folly, his aspiration and his failure and it enters into it all to help and to heal. In the saint and philanthropist it may cast itself into the mould of a plenitude of love or charity; in the thinker and hero it assumes the largeness and the force of a helpful wisdom and strength. It is this compassion in the Aryan fighter, the soul of his chivalry, which will not break the bruised reed, but helps and protects the weak and the oppressed and the wounded and the fallen. But it is also the divine compassion that smites down the strong tyrant and the confident oppressor, not in wrath and with hatred,–for these are not the high divine qualities, the wrath of God against the sinner, God’s hatred of the wicked are the fables of half-enlightened creeds, as much a fable as the eternal torture of the Hells they have invented,–but, as the old Indian spirituality clearly saw, with as much love and compassion for the strong Titan erring by his strength and slain for his sins as for the sufferer and the oppressed who have to be saved from his violence and injustice.”
* Essays on the Gita, First Series, Chapter 7, The Creed of the Aryan Fighter, pp. 53-54


Flower Name: Portulaca grandiflora
Rose moss, Sun plant, Eleven-o'clock
Significance: Compassion
Innumerable, ever present and effective in every instance.

No comments:

Post a Comment