Saturday, 17 March 2018

... ને સમજાશે, ખરું કોણ હઠીલું!


હઠને કહો "હું સહ્રદય સ્વીકારું,
લે, આ ખંતમાં તને નવાજું.

દુરાગ્રહ તારો, તું માને આવકારું?
જરૂર! ધૈર્યમાં તરબતર આવ, ડુબાવું.

જિદ છે તારી ને સ્વભાવે જિદ્દી તું!
લે, પ્રયાસો નિરંતર કામે લગાડું.

મમત ન બનાવ, એ નિરર્થક નકામું!
ધીરજની ધાર ન બૂઠ્ઠી જાણ તું.

આ તત્ત્વ નથી અમસ્તું, સાદું.
ધરપત વસે છે જ્યાં આત્મન નિરાળું.

ન કનડે જરીયે એ અંધત્ત્વ તારું!
ઓગાળીશ, ને સમજાશે, ખરું કોણ હઠીલું."

વાહ...પ્રભુ! જવાબ લાજવાબ!


હઠને ધૈર્યનો જવાબ.

આ રસાકસી છે દર મનજીવનમાં!

ખુદની કે અન્યની કે વૈશ્વિક હઠ, મમત, દુરાગ્રહ સામે કંઈક ધૈર્યો, પ્રયાસો ધરપત ધરીને સમયને સહકાર આપતાં રહે છે. 

હઠ જ્યારે ન હઠવાની લડત માંડે છે
ત્યારે એનો વિચ્છેદ કરી વ્યક્તિ, સંબંધ અને શાણપણને એનાં ઘા ઝીલવા પડે છે 
એટલે એ ચૂપચાપ ખંતને આગળ ધરે છે.

ધરપત માનવ ઊર્જિત નથી. 

કંઈક ઘણું ભીતરે ઊલેચાઈને કેળવાયું હોય છે. વિરોધહીન પૃષ્ઠભૂમિ સર્જાઈ હોય છે. 
એટલે જ તો દ્રષ્ટિ, સમજણ અને આંતરબળ ઊદભવ્યા હોય છે, કે અહીં એ સ્થિતિમાં સ્થિર રહેવાનું છે. 

અલબત્ જિદ કે હઠનાં ઈરાદે નહીં પણ ધૈર્યમાં પલટાવીને...
ધરપતને હઠની તાકાત આપીને...

પછી હીરો જ હીરાને કાપે!

જય હો પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 

માર્ચ, ૨૦૧૮


Our being must move eternally through Time;
Death helps us not, vain is the hope to cease;
A secret Will compels us to endure.
Our life's repose is in the Infinite;
It cannot end, its end is Life supreme.
Death is a passage, not the goal of our walk:
Some ancient deep impulsion labours on:
Our souls are dragged as with a hidden leash,
Carried from birth to birth, from world to world,
Our acts prolong after the body's fall
The old perpetual journey without pause.
No silent peak is found where Time can rest.
This was a magic stream that reached no sea

* BOOK II: The Book of the Traveller of the Worlds 197


“The most essential quality is perseverance, endurance, and a — how to put it? — a kind of inner good mood that helps you not to get discouraged, not to become sad, and to face all difficulties with a smile. There is an English word which expresses this very well - cheerfulness. If you can keep this within you, you resist much better, you fight much better, in the Light, these bad influences which try to prevent you from progressing.

It is by persevering that one conquers difficulties, not by running away from them. One who perseveres is sure to triumph. Victory goes to the most enduring.

Perseverance is patience in action.” TM




Flower Name: Calendula officinalis
Ruddles, Common marigold, Scotch marigold, Pot marigold
Significance: Power of Perseverance (Continued perseverance and action)
The decision to go to the very end.
One continues the work begun for as long as necessary.
The perseverance that overcomes all obstacles.

No comments:

Post a Comment