Monday, 19 March 2018

આ તે કેવી...!


આ તે કેવી પક્ષપાતી ગોઠવણી
આવશ્યક સ્પર્શ દુ:ખની ચોટી
તત્ પશ્યાત જ સુખની અનુભૂતી!

આ તે કેવી કુદરતની હેરાફેરી
અશ્રુધારા એ ભાવની અભિવ્યક્તિ
વેર, જલન, પીડન, કરુણા કે ખુશી!

આ તે કેવી જન્મદત્ત વારાફરતી
નિર્દોષતા, પકટતા, વયોવૃદ્ધિ
શૈશવસ્થ: આરંભે વૃત્તિ ને અંતે સ્મૃતિ!

આ તે કેવી પાર્થિવ ગતિવિધિ 
સઘળી નોંધાતી અન્યોની ખોટી
સ્વઅંતરે જીવે એ જ પ્રતિસ્પર્ધી!

આ તે કેવી ભવોભવ બાંધણી 
મનુષ્યમાં ધરબાઈ વસે અદિતિ
યજમાન થઈ ખોજ માંડે લખચોરાશી!

અંતે તારી જ યુક્તિ, પ્રયુક્તિ કે મુક્તિ
ભળી ભોગ, ભાગ, ભુક્તિ કે ભક્તિ, 
પ્રભુ! તારી જ થતી, તને સમર્પિત... 

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
માર્ચ,  ૨૦૧૮


Flower Name: Chrysanthemum
Significance: Specialised Detailed Energy
Nothing is too small to merit its attention.

No comments:

Post a Comment