આ સૃષ્ટિને કેવાં રંગરોગાન છે.
અનન્ય એવાં અનેક અસ્તિત્વો સાંગોપાંગ છે.
અજબ અંતરિક્ષ અંતરિયાળ છે
સૌર્યમાળા ને વળી તારલાઓ અપરંપાર છે.
પૃથ્વીને ભાગે અલાયદું આકાશ છે.
દીસે એક, પણ કંઈક આભ અંતરધાન છે.
સૂર્યોદયે પ્રસરતાં કિરણો હજાર છે
ચિત્તે ઊગ્યાં તો કૃષ્ણની રથસહસ્ત્રે કમાન છે.
દ્રષ્ટિને પાર કંઈક વિરાટ બ્રહ્માંડ છે.
એક વાર ઉજળી તો એ જ ભીતરે સંધાન છે.
સહચર્ય મંત્રનો આજ તો આવિર્ભાવ છે.
વૈવિધ્યોનું વૈધવ્ય ને એમાં ॐકારી આલાપ છે.
પ્રભુની ગતિ નિરાળી...
જય હો!
સાદર ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૮
પૂર્વે પ્રકાશિત સમસંદર્ભો…
ખરો વિલક્ષણ વિરોધાભાસ!
તાદ્રશ્ય પાછળ અદ્રશ્ય પ્રભાવ!
ખરો અટપટો વિરોધાભાસ!
સ્થૂળ પાછળ સૂક્ષ્મ દોરનાર!
ખરો ગૂઢ વિરોધાભાસ!
વ્યક્તિ પાછળ તત્વજગ અસાધ!
ખરો પેચીદો વિરોધાભાસ!
જીવન પાછળ જનમો જવાબદાર!
ખરો અજબ વિરોધાભાસ!
પ્રમાણ પાછળ અમાપ જોડાણ!
ખરો અગત્ય 'મોરલી', વિરોધાભાસ!
અંતઃકરણ પાછળ પરમસંનિધિ સ્થાન!
પ્રભુ ખરો છે...
દેખીતાની પાછળ અઢળક અણદેખું મૂકી દીધું છે.
જોઈ જોઈને થાકે એની દ્રષ્ટિ બદલાય ને અત્યાર સુધી ન દેખાતું, દેખાવા લાગે.
સીધું પણ સમજાય અને માર્મિક કે વક્ર પણ...
એકની પાછળ કંઈક બીજું પણ જવાબદાર...
કોઈ પોતાના હોવાની બાંહેદરી ન લઈ શકે. બન્ને ને ખબર છે કે બીજું છે.
પાર્થિવને ખબર છે કે પાછળ કશુંક પરમ છે ને પરમને વ્યક્ત થવા માટે પાર્થિવની જરૂર છે...
આમ સાંઠગાંઠમાં વીંટળાયેલો વિરોધાભાસ છે પણ એટલો સંવાદિત ને ઓતપ્રોત છે કે બન્ને ભૂલી જાય છે કે પોતપોતાની આગળપાછળ એક કે બીજું છે.
મનુષ્યએ એને સ્વીકારી લીધું છે. પોતાને મર્યાદિત માનીને એનો ફાયદો લઈ લીધો છે. દેખીતાને પોતાનું માની પૂરતો શ્રેય લઈ લેવો છે અને એમાં જ રાચવું છે.
ને પ્રભુ એ પછીનાં પરિણામોમાં ભાવિગતિ લેશે...કર્મફળ મૂકીને...
ઘડી ઘડીને ઘડનાર જ ઘડતર ઘડે છે ને વળી એક વિરોધાભાસ મૂકે છે...
ખરી તારી રીતિ પ્રભુ...

* એપ્રિલ, ૨૦૧૭
પ્રભુ...
આ કેવું અદભૂત સર્જન છે
તંતુ એ તંતુ એ જોડાયું છે.
... આ કેવું અદભૂત...
વિશ્વ પછી બીજું વિશ્વ છે.
લોક પરલોક સળંગ છે.
... આ કેવું અદભૂત...
એક પતે ને ત્યાં બીજું છે.
અહીંથી જ પહોંચવાનું છે.
... આ કેવું અદભૂત...
ઊઠે અંતર ને હાથવગું છે.
ફૂટે પછી એમાંથી બીજું છે.
... આ કેવું અદભૂત...
અંતર, સમય ભંગુર છે.
એકાગ્રતામાં ઓગળતું છે.
... આ કેવું અદભૂત...
એકચિત્તમાં સર્વ જણાતું છે.
હ્રદયથી હ્રદય સાંધતું છે.
... આ કેવું અદભૂત...
ક્ષણક્ષણ તંતુ બનવાનું છે.
પછી અગત વિશ્વનું શિશું છે.
... આ કેવું અદભૂત...
પ્રભુ 'મોરલી'નાં વંદન છે.
આ કેવું અદભૂત સર્જન છે
તંતુ એ તંતુ એ જોડાયું છે.
... આ કેવું અદભૂત...
વિશ્વ પછી બીજું વિશ્વ છે.
લોક પરલોક સળંગ છે.
... આ કેવું અદભૂત...
એક પતે ને ત્યાં બીજું છે.
અહીંથી જ પહોંચવાનું છે.
... આ કેવું અદભૂત...
ઊઠે અંતર ને હાથવગું છે.
ફૂટે પછી એમાંથી બીજું છે.
... આ કેવું અદભૂત...
અંતર, સમય ભંગુર છે.
એકાગ્રતામાં ઓગળતું છે.
... આ કેવું અદભૂત...
એકચિત્તમાં સર્વ જણાતું છે.
હ્રદયથી હ્રદય સાંધતું છે.
... આ કેવું અદભૂત...
ક્ષણક્ષણ તંતુ બનવાનું છે.
પછી અગત વિશ્વનું શિશું છે.
... આ કેવું અદભૂત...
પ્રભુ 'મોરલી'નાં વંદન છે.
* ઓક્ટોબર, ૨૦૧૫
Flower Name: Dahlia
Significance: NobilityThe incapacity for any pettiness of feeling or action.
No comments:
Post a Comment