પકૃતિને ભાગે આવ્યાં બે પ્રકાર!
નૈસર્ગિક ને માનવીય વૃત્તિ-વિચાર.
કુદરતી બંને! બંને કુદરતને આધાર.
વિવિધલક્ષી! આવાગમન અનાયાસ...
નિસર્ગ રચે સૃષ્ટિ સૌંદર્ય રસથાળ
પંચતત્ત્વજન્ય ઉત્પતિદત્ત લહાણ.
મનુષ્ય ભાગે તૃટી-વૃદ્ધિની ભરમાર.
ગતિ ગ્રસ્ત અસંખ્ય ચઢાણ-ઉતાર...
ભલે પ્રાણ-પ્રકૃતિ આસક્ત સ્વભાવ,
મનમતિધારીને એક વિશેષ પ્રદાન.
મર્મ ધર્મ અર્થ કર્મ ને સમજ જ્ઞાન.
પશુયોગથી નોખો સ્વતંત્ર વ્યવહાર.
પરમ આત્મન પરમે નિષ્પક્ષપાત
પૃથ્વી કે પાર્થિવ - અનાસક્ત સદાય,
પ્રકૃતિ ધરે ભૂગર્ભે નિર્લેપ નિરાકાર
પંચમહાભૂતાધીન યદ્યપિ અલગાવ...
જય હો પ્રભુ...
પ્રકૃતિ બે રૂપે, રીતે સમજાય છે.
એક કુદરતની ને બીજી સજીવલક્ષી...
બંનેમાં મૂળે અભિન્ન - અલિપ્તની આવાજાહી છે.
પૂર્વે પ્રસ્તુત ભિન્ન પરિપેક્ષો આ સાથે...અહીં...
એ આનંદ છે...
સહસા! આનંદે સજતી
કુદરત, પ્રકૃતિ ઊજવતી છે.
સૂર્ય ધરી નીકળતી
પ્રભાત પરોઢની લાલી છે...સહસા! આનંદે...
વાદળીએ રાતી કોર રૂપેરી
ભાનુકિરણ આવકારતી છે.
ક્ષિતિજો પરેથી તેજ ફેંકતી
કેવી અગમ આગાહી છે...સહસા! આનંદે...
નક્ષત્રોની ભેદરેખા નરી,
દ્રષ્ટિમાં સૃષ્ટિ સમાવતી છે.
ચારોકોર, અશ્રુત ગજવણી,
દુંદુભિનાદે પોકારતી છે...સહસા! આનંદે...
પ્રતિ દિન એ વણથંભી સવારી
દિવ્ય સ્થાપિત સત સમૃદ્ધિ છે.
પધારો સૂર્યદેવ...તવ જોગી
વસુંધરા તેજ પ્રગટાવતી છે...સહસા!આનંદે...
અહીં સર્વ આનંદ છે એમાંથી જ પ્રગટ થયું છે અને એ જ પ્રકૃતિગત પણ છે.
પરોઢની પ્રભાતથી માંડીને ધરા એને ધરે...
કુદરત પણ કેવી નિર્દોષ છે...આમ અનાયાસે, સહજમાં સૂર્યોદય સજાવી દે છે.
પ્રકૃતિની આ ગતિ અને આવાં રૂપો આલ્હાદક છે. મનુષ્ય પ્રકૃતિને શાંત કરે છે અને એક જોડાણ સ્થાપી આપે છે.
આવાં દર્શન સહસા જોશ, ઊર્જા અને ખંત ભરી દેતાં છે. સવારની તાજગી અને એનો અનુભવ, એટલે જ રોમે રોમને પ્રેરીત કરે છે.
મનુષ્ય પ્રકૃતિને પણ એનાં કુદરતી સ્વભાવનાં સંપર્કમાં મૂકી આપે છે. જાણે આત્માને ઢંઢોળતાં દુંદુભિનાદ! પણ કોઈ અવાજ નથી, છતાં જાણે ગાજે છે અને સહેજમાં એ દ્રશ્ય, એ વાતાવરણ અંતઃસ્થ થઈ જાય છે. જાણે અંતરમાં સૂર્ય સવારી પ્રવેશી ન હોય!
પધારો...પધારો...
સાદર...

* જૂલાઈ, ૨૦૧૭
અંધકારનું ભીતર રૂપાળું
નશ્વર ઈશ્વરને કરવા જૂદારૂ
પ્રકૃતિદત્ત પહેરે આંચળું...
અદ્વૈત અંત: કરવા જાગૃત
અહંકાર, ડર વિવિધ રૂપસું
દેવ ઘડ્યું, ઓઢ્યું મહોરું...
મનુ, દૈવ, દિવ્ય ભિન્ન સ્તરનું
એકથી એક ઊર્ધ્વે ચડિયાતું
તિમિર એ દેતું, પહેલું પગથિયું...
'મોરલી', દિવ્યતત્વ ટોચે બિરાજતું
પૂર્ણત્વમાં અવિભાજીત સઘળું
સમસ્ત સર્વસ્વ સમગ્ર, ત્યાં જ અસ્તુ!
પ્રચલિત કહેવત છે કે,
'પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય!'
અહીં એને પડકાર નથી પણ એક પ્રસ્તુત સત્ય છે કે એને રૂપાંતરિત કરી શકાય છે. ચેતનાનાં એવાં સ્તરે પહોંચી, ત્યાંથી ચૂંટી શકાય છે, અલબત્ એ ગોઠવણ પરમહસ્તક છે પણ આત્માની તૈયારી, ત્યાં સુધી લઈ જઈ શકે છે.
અંધકાર છે એ જ પૂરાવો છે કે વ્યક્તિ હજી પ્રકૃતિદત્ત છે, પ્રકૃતિનાં આટાપાટા, ઊંચાનીચા ચક્કરોમાં એને અટવાવી ને અટકાવી શકે છે.
ડર અને અહંકાર જે એકબીજાનાં સંગતમાં હોય છે, સહુથી મોટાં અને અસરકારક મહોરાં છે.
પ્રકૃતિને પસંદગી અને પ્રાધાન્ય મળે ત્યારે એ ગમે તે તત્વ થકી અંધકાર ઊપસાવી અને ફેલાવી શકે છે. એ સ્તરનાં અને મનોપ્રાણ જગતનાં બધાં જ અજાગૃત તત્વો સહેલાઇથી એને તાબે રહે છે.
કંઈક મેળવેલ છે તો સામે કોઈ લેણદેણ છે અહીં...
દેવસ્થ વિશ્વોમાં આ બધું હજી યોગ્ય ગણાય છે. વિભાજન, પસંદગી, હરીફાઈ, સરખામણી વિગેરે સ્વભાવનાં તત્વો, અહીં પ્રભાવિત છે. એનાં ઊપર જ આગળનાં હિસાબો મંડાય છે.
સર્વોત્તમ દિવ્યતા એ પુરુષ એટલે કે આત્મપ્રદેશનો સ્વભાવ છે. એ દિવ્ય શક્તિ જે, સમસ્તની જનની છે તેની ઊત્પત્તિ છે.
આમ તો, સઘળું એ ત્યાંથી જ છે છતાં આ હજી સીધા સંપર્ક અને પ્રભાવમાં છે. વિખુટું પડેલ નથી. મૂળ સાથેનાં મૂળ હજી મજબૂત છે.
ત્યાં સર્વ કંઈ એક છે અને એ ઐક્યમાં જ છે. દ્વૈતની ઓળખ અહીં નથી. એકતામાં સમત્વ છે અને એમાંથી સૌંદર્ય પણ...
પ્રકૃતિ પણ અંતે તો પુરૂષની જ ને!
પરમાત્માનું સર્જન, આત્માનો સ્વભાવ અને જરૂરિયાત ન જાણે, એવું બને?
બસ! કંઈક સહુલિયત માટે, અંધકારને ક્યાંક કોઈક સ્વરૂપે ગોઠવી દીધો અને પ્રકાશનો અર્થ સમજાવી દીધો...
પ્રકૃતિની નમનીયતાને નમન...
પરમસ્વરૂપા શક્તિને નમન...
એ દરેકનાં મનુષ્યજીવનમાં યોગદાનને નમન...

પ્રણામ પ્રભુ...
* એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Calluna vulgaris
Ling, Scots heather
Significance: Blossoming of NatureLing, Scots heather
Abundant and strong, nothing can stop its growth
No comments:
Post a Comment